ODI World Cup 2023: 48 વર્ષમાં વિશ્વ કપમાં રચાયો ઇતિહાસ, 10 ટીમોએ કરી મોટી કમાલ
ODI World Cup 2023: આઇસીસી વનડે વિશ્વ કપ 2023માં ઇંગ્લેન્ડની ટીમે સતત પાંચ મેચોમાં હારનો સામનો કર્યા બાદ નેધરલેન્ડ સામે જીત હાંસલ કરી હતી. પૂણેમાં રમાયેલા મેચમાં ઇંગ્લેન્ડે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું અને વિશ્વ કપમાં પોતાની બીજી જીત મેળવી હતી.
ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડની ટીમો પહેલાથી જ વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે આ મેચ મહત્વપૂર્ણ હતી.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ મેચમાં ઈંગ્લેન્ડની 160 રને જીત બાદ, ODI વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં એક એવી સિદ્ધિ થઈ, જે અગાઉ ક્યારેય થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, ODI વર્લ્ડ કપમાં પહેલીવાર એવું બન્યું કે, તમામ 10 ટીમોએ ઓછામાં ઓછી 2 મેચ જીતી હોય.
ODI વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં આ સિદ્ધિ પ્રથમ વખત બની - વાસ્તવમાં 2019ની ચેમ્પિયન ઈંગ્લેન્ડે ભારતની ધરતી પર નેધરલેન્ડને હરાવીને આ વર્લ્ડ કપની બીજી જીત હાંસલ કરી છે. મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે સદી ફટકારી હતી.
તેમણે 83 બોલનો સામનો કરીને 108 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય ડેવિડ મલને 87 રન અને ક્રિસ વોક્સે 51 રનની ઇનિંગ રમી હતી. નેધરલેન્ડ માટે બાસ ડી લીડે 3 અને આર્યન દત્ત અને લોગાન વેન બીકે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે પોલ વેન મીકેરેનને 1 સફળતા મળી હતી.












Click it and Unblock the Notifications
