આજથી IND Vs PAK વર્લ્ડ કપ મેચની ઓનલાઇન ટિકિટ બૂકિંગ શરૂ થશે, આ રીતે બૂક કરો ટિકિટ
IND Vs PAK ODI World Cup 2023 Ticket Booking : વનડે વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરના રોજથી થવાની છે. ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપની ટિકિટ માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે.
વિશ્વ કપ ટિકિટ માટે 15 ઓગસ્ટથી શરૂ થઇ ગયું છે. ભારત પાકિસ્તાનની મેચની ટિકિટ ઓનલાઇન બૂક કરવા માટે આ અહેવાલના અંતમાં સ્ટેપ આપેલા છે, જેનાથી તમને ટિકિટ બૂકિંગમાં સરળતા રહેશે.

જેમાં 25 ઓગસ્ટના રોજ નોન ઇન્ડિયન વોર્મ-અપ મેચો અને તમામ નોન ઇન્ડિયન ઇવેન્ટ મેચો માટેની ટિકિટનું બૂકિંગ શરૂ થઇ ગયું છે. 30 ઓગસ્ટના રોજ ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ ખાતે ભારતની મેચ માટેની ટિકિટનું બૂકિંગ શરૂ થઇ ગયું છે. 31 ઓગસ્ટના રોજ ચેન્નાઈ, દિલ્હી અને પૂણે ખાતે ભારતની મેચ માટેની ટિકિટનું બૂકિંગ શરૂ થઇ ગયું છે.
આ ઉપરાંત 1 સપ્ટેમ્બરના રોજ ધર્મશાલા, લખનઉ અને મુંબઈ ખાતે ભારતની મેચ માટેની ટિકિટનું બૂકિંગ શરૂ થઇ ગયું છે. 2 સપ્ટેમ્બરના રોજ બેંગ્લોર અને કોલકાતા ખાતે ભારતની મેચ માટેની ટિકિટનું બૂકિંગ શરૂ થઇ ગયું છે.
આ સાથે આજથી એટલ કે 3 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે ભારતની મેચ માટેની ટિકિટનું બૂકિંગ શરૂ થઇ ગયું છે, જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ માટેની ટિકિટનું બૂકિંગ શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023માં પ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સાથે રમશે.
વિશ્વ કપની ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટથી જુદા જુદા તબક્કામાં શરૂ થયું હતું. રજિસ્ટ્રેશન માટે, તમારે ફોર્મમાં તમારું નામ, સરનામું, દેશ વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી ભરવાની રહેશે.
30 ઓગસ્ટથી ભારતીય મેચોની ટિકિટ - ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપમાં ભારતીય મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી ઉપલબ્ધ થવાનું શરૂ થયું હતું, અને 3 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. આ સિવાય સેમી ફાઈનલ અને ફાઈનલની ટિકિટ 15 સપ્ટેમ્બરથી ખરીદી શકાશે. આ સાથે મેચના દિવસે ચાહકોએ ટિકિટની હાર્ડ કોપી સાથે સ્ટેડિયમમાં જવું પડશે. જે બાદ જ ચાહકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ મળશે.
14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ - ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં રમાશે. ભારત-પાક મેચને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું નથી.
IND Vs PAK ODI World Cup 2023 Ticket Booking steps
ભારતની વર્લ્ડ કપ 2023 મેચો માટે ટિકિટ કેવી રીતે બૂક કરવી તે અંગે સ્ટેપ બાય સ્ટેપ જાણાવ્યું છે.
Step 1 - ICC ની સત્તાવાર ટિકિટિંગ વેબસાઇટ https://tickets.cricketworldcup.com પર લોગ ઇન કરો
Step 2 - ફ્લેગ પર ક્લિક કરીને INDIA પસંદ કરો
Step 3 - તે મુજબ ટિકિટ બૂક કરવા માટે સ્થળ ફિલ્ટરનો ઉપયોગ કરો
Step 4 - તમે તમારા માટે ટિકિટ ખરીદવા માંગો છો, તે મેચ પસંદ કરો
Step 5 - Bookmyshow તમને રોમાં ઉમેરશે. અહીં પાછળનું અથવા રિફ્રેશ બટન દબાવશો નહીં. કારણ કે, તમે રોમાંથી બહાર હશો અને ફરીથી કતારમાં દાખલ થવા માટે તમારે પહેલાનાં બધાં પગલાં ફરીથી કરવા પડશે.
Step 6 - ETA સુધી રાહ જુઓ. વેબસાઇટ તમને સ્ટેડિયમ લેઆઉટ પર રિડાયરેક્ટ કરશે. ત્યાં તમે અલગ-અલગ કિંમતની સિરિઝ અનુસાર, તમારી પસંદગીની ટિકિટ પસંદ કરી શકો છો.
Step 7 - તમારું નામ, છેલ્લું નામ, ડિલિવરી વગેરે અને અન્ય વ્યક્તિગત વિગતો ઉમેરો
Step 8 - તમને ચુકવણી પૃષ્ઠ પર નિર્દેશિત કરવામાં આવશે. તમારી પસંદગીની પદ્ધતિનો ઉપયોગ કરીને તમારું પેમેન્ટ પૂર્ણ કરો.
Step 9 - BookMyShow.Dat તરફથી મેચની ટિકિટો સાથે કન્ફર્મેશન મેઇલ માટે તમારું ઇનબોક્સ ચેક કરો












Click it and Unblock the Notifications
