ભારતમાંથી કાઢી મુકવા મુદ્દે પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું?

ભારત વિરોધી ટિપ્પણી વિવાદમાં ભારતમાંથી કાઢી મુકાયેલી પાકિસ્તાની પત્રકાર ઝૈનબ અબ્બાસે આખરે મૌન તોડ્યુ છે. હવે મોડે મોડે તેને તેના નિવેદનને લઈને માફી માંગી છે.

પાકિસ્તાની સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર ઝૈનબ અબ્બાસે ભારત છોડવા અંગે સ્પષ્ટતા જારી કરી છે. તે ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપ માટે સત્તાવાર પ્રસારણ ટીમનો ભાગ હતી. ઝૈનબ હૈદરાબાદમાં નેધરલેન્ડ સામે પાકિસ્તાનની શરૂઆતની મેચ દરમિયાન પણ જોવા મળી હતી.

Zainab Abbas

અહેવાલો અનુસાર, સ્થાનિક વકીલ દ્વારા દિલ્હીમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ સુરક્ષાના કારણોસર તેને ભારત છોડવા માટે કહેવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, ઝૈનબ અબ્બાસ પર ભારત વિરોધી ટ્વિટ કરવાનો આરોપ લાગ્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બાદમાં ખુલાસો કર્યો હતો કે ઝૈનબ અબ્બાસે અંગત કારણોસર ભારત છોડી દીધું છે.

ઝૈનબ અબ્બાસે હવે આ મુદ્દે ખુલાસો કરીને વિવાદ પુરો કરવાનો પ્રયાસ કર્યો છે. ઝૈનબે કહ્યું કે, હું હંમેશા ખૂબ જ ભાગ્યશાળી અને આભારી છું કે મને મુસાફરી કરવાની અને મને ગમતી રમતે પ્રેઝન્ટ કરવાની તક મળી છે.

ઝૈનબે કહ્યું કે, તેની ભારતની મુલાકાત સુખદ હતી અને તેણીનો દેશ નિકાલ નથી કરાયો. ઝૈનબે જણાવ્યું કે, તેના મિત્રો અને કુટુંબીજનોની સલાહ લીધા પછી જવાનું નક્કી કર્યું, કારણ કે તેણીની અગાઉની ઓનલાઈન પોસ્ટ્સ પરની પ્રતિક્રિયાઓથી તે ડરી ગઈ હતી.

બીજી તરફ ઝૈનબ અબ્બાસે પોતાના એક્સ એકાઉન્ટ પર નોટમાં પોતાની જૂની પોસ્ટ માટે માફી માંગી છે. તેણીએ લખ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તે મારા મૂલ્યો અથવા હું આજે જે વ્યક્તિ છું તેને પ્રતિબિંબિત કરતી નથી. આવી ભાષા માટે કોઈ બહાનું કે સ્થાન નથી અને જેને દુઃખ થયું હોય તેની હું દિલથી ક્ષમા ચાહું છું.

તેણીએ આગળ કહ્યું કે, મારી સલામતી માટે તાત્કાલિક કોઈ ખતરો ન હોવા છતાં મારો પરિવાર અને સરહદની બંને બાજુના મિત્રો ચિંતિત હતા. શું થયું તે વિશે વિચારવા માટે મને સમયની જરૂર હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X