શુભમન ગીલ પર આવ્યુ પાકિસ્તાની વાયરલ ગર્લનું દિલ, જાણો કોણ છે આ સુંદરી?
એશિયા કપમાં શાનદાર બેટિંગ અને ભારતની જીતમાં મહત્વની ભુમિકા બાદ શુભમન ગીલનું નામ બધાની જીભ પર છે. આ ક્રમમાં જ પાકિસ્તાની સુંદરીનું દિલ શુભમન ગીલ પર આવ્યુ છે.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ તો ન રમાઈ પરંતુ પાકિસ્તાનની વાઈરલ ગર્લ ફરી એકવાર ફાઈનલમાં ભારત સાથે જોવા મળી હતી. આ વખતે આ વાયરલ ગર્લ વિરાટ કોહલી ફિદા થઈ છે અને શુભમન ગિલ પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે.

આ વાયરલ પાકિસ્તાની ગર્લ ક્રિકેટર્સની વાત આવે છે તો તે ભારત અને પાકિસ્તાન બંનેના ખેલાડીઓને પસંદ કરે છે. તમે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા પુરાવા જોઈ શકો છો. આ ગર્લનો વીડિયો ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે પોતાને વિરાટ કોહલીની ફેન ગણાવે છે અને તેના ગાલ પર પાકિસ્તાનની સાથે ભારતનો ધ્વજ હતો.
હવે આ પાકિસ્તાની વાયરલ ગર્લે ફરી એકવાર ભારતની જીત માટે અભિનંદન પાઠવ્યા છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શુભમન ગીલનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શુભમન ગિલ હોટલમાં પ્રવેશી રહ્યો છે.
આ પાકિસ્તાની યુવતી પણ આ જ હોટલમાં ઉભી છે. ગીલ પ્રવેશતાની સાથે જ આ છોકરી તેનો વીડિયો બનાવે છે અને તેની સાથે તે દિલ મેં હૈ પ્યાર તેરા ગીત ગીત વગાડે છે.
પાકિસ્તાનની આ યુવતીએ લવ ખાની નામથી બનાવેલા પેજ પર શુભમન ગીલ સાથે પોતાની એક તસવીર પણ શેર કરી છે. આ વીડિયોમાં તેણે કહ્યું કે, તેણે શુભમન ગિલ સાથે વાતચીત કરી છે અને તે એકદમ ડાઉન ટુ અર્થ છે. થોડા દિવસો પહેલા આ યુવતી વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવ્યો અને તેને પાકિસ્તાની ક્રિકેટરોથી ઉપર મુક્યો હતો.












Click it and Unblock the Notifications
