PBKS vs KKR: રાજપક્ષેની ફિફ્ટી, પંજાબે કોલકાતાને આપ્યુ 192નુ ટાર્ગેટ

IPL 2023ની બીજી મેચ અને ડબલ હેડરની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ મોહાલીમાં રમાઈ રહી છે. બંને ટીમના કેપ્ટન નવા છે. પંજાબની કમાન શિખર ધવન અને કોલકાતા નાઈટ રાઈડર્સની કમાન નીતિશ રાણા સંભાળી રહ્યા છે. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે પ્રથમ બેટીંગ કરતા રન બનાવ્યા હતા. કોલકાતાએ જીતવા માટે 20 ઓવરમાં 192 રન બનાવવાના રહેશે.

IPL 2023

કેપ્ટન શિખર ધવન સાથે ઓપનિંગમાં આવેલા યુવા બેટ્સમેન પ્રભસિમરન સિંહે 12 બોલમાં 23 રન બનાવ્યા હતા. તે સારી લયમાં દેખાતો હતો પરંતુ બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા પછી સાઉથીની બોલિંગમાં આઉટ થયા.

આ પછી શ્રીલંકાના તોફાની બેટ્સમેન ભાનુકા રાજપક્ષે નંબર 3 પર આવ્યા જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતાં IPLમાં રમવા માટે વધુ જાણીતા છે. તેણે પોતાના જૂના વલણને આગળ વધાર્યું અને 32 બોલમાં 50 રનની ઇનિંગ રમી. તેણે 5 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા અને ઉમેશ યાદવના હાથે કેચ આઉટ થયો. આ દરમિયાન કેપ્ટન શિખર ધવને એક છેડો પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્મા 21 રન બનાવીને આઉટ થયા બાદ ધવન પણ 29 બોલમાં તેની ઈનિંગ રમીને આઉટ થઈ ગયો હતો.

ધવને 29 બોલમાં 40 રન બનાવ્યા હતા અને પંજાબ કિંગ્સની બેટિંગમાં જોવા મળેલી બેટિંગ લાઇન-અપમાં ધવન સૌથી ધીમો હતો. આ પછી સિકંદર રઝા પણ 13 બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કરને 17 બોલમાં અણનમ 26 રન ફટકારીને સારું પ્રદર્શન કર્યું હતું.

પંજાબ કિંગ્સે જે રીતે પ્રથમ 10 ઓવરમાં 100 રન બનાવ્યા, તે પ્રકારનું કામ તેઓ કરી શક્યા નહીં. આ માટે, સતત વિકેટો પડવી અને KKRના બોલરો દ્વારા સમયસર સકંજો બનાવવો મુખ્ય કારણ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X