PBKS vs RR, Pitch Report: આજની IPLમાં બેટ્સમેન કે બોલર, કોણ પડશે ભારે? જાણો પિચ અને વેધર રિપોર્ટ
PBKS vs RR, Pitch Report: 13 એપ્રિલ, શનિવારે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી શકે છે. આ સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે.
પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ સાથે ટૉપ પર છે. રાજસ્થાને છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીતી છે. ફરી એકવાર રાજસ્થાન રૉયલ્સ ટીમ પંજાબ સામે ફેવરિટ મનાય છે.

રાજસ્થાન ર\યલ્સને આ સિઝનમાં માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની છેલ્લી મેચમાં રાજસ્થાન રૉયલ્સ ટીમ ખૂબ જ નજીક આવી હતી અને ગુજરાત ટાઇટન્સ સામેની મેચ હારી ગઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં પંજાબને નજીકની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
પંજાબ કિંગ્સ રાજસ્થાન સામે જીતની રાહ જોઈ રહી છે. પંજાબ કિંગ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બે રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં બંને ટીમો જીતના પાટા પર પાછા ફરવાનો પ્રયાસ કરશે.
જાણો પિચ રિપોર્ટ
પંજાબ અને રાજસ્થાન વચ્ચેની આ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પંજાબનું આ નવું હોમ ગ્રાઉન્ડ પંજાબ માટે અત્યાર સુધી સારું સાબિત થયું છે. પંજાબ કિંગ્સે હોમ ગ્રાઉન્ડ પર પોતાની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવી હતી. આ મેદાન પર ફરી એકવાર રનનો વરસાદ જોવા મળશે. બંને ટીમોમાં ઘણા શાનદાર ખેલાડીઓ છે.
મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બેટ્સમેનો માટે ફાયદાકારક સાબિત થયું છે. આ મેદાન પર બોલ બેટને સારી રીતે અથડાવે છે અને આ જ કારણ છે કે અહીં મોટા સ્કોર એટલે કે હાઈ સ્કોરિંગ ગેમ જોવા મળે છે. પંજાબે દિલ્હી સામે 175 રનનો ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પણ લગભગ જીતી ગઈ હતી.
પંજાબમાં આજે કેવુ રહેશે હવામાન?
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવનનું બેટ આ સિઝનમાં અત્યાર સુધી શાંત રહ્યું છે. આવી સ્થિતિમાં તે રાજસ્થાન રૉયલ્સ સામે મોટી ઇનિંગ રમવા માંગશે. બીજી તરફ જો હવામાનની વાત કરીએ તો શનિવારે એટલે કે 13 એપ્રિલે આકાશ સંપૂર્ણ સ્વચ્છ રહેવાની આશા છે. રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચમાં વરસાદની કોઈ શક્યતા નથી. પંજાબ કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સામે જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં વધુ સારી સ્થિતિમાં પહોંચવાનો પ્રયાસ કરશે.
પંજાબ કિંગ્સ ટીમઃ શિખર ધવન (કેપ્ટન), જૉની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરેન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કેગીસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, રિલે રોસોવ, તનય ત્યાગરાજન, હરપ્રીત સિંહ ભાટિયા, વિધાથ કાવેરપ્પા, ક્રિસ વોક્સ, ઋષિ ધવન, સિકંદર રઝા, આશુતોષ શર્મા, અથર્વ તાયડે, નાથન એલિસ, શિવમ સિંહ, પ્રિન્સ ચૌધરી, વિશ્વનાથ સિંહ.
રાજસ્થાન રૉયલ્સ ટીમઃ યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, યુજવેન્દ્ર ચહલ, નંદ્રે બર્ગર, રોવમેન પૉવેલ, શુભમ દુબે, કુલદીપ સેન, નવદીપ સૈની, ટોમ કોહલર-કેડમોર, પ્રિસિધ ક્રિષ્ના, ડોનોવન ફરેરા, આબિદ મુશ્તાક, કુણાલ સિંહ રાઠોડ, કેશવ મહારાજ, તનુશ કોટિયન.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
