PBKS vs SRH Last Over Video : પંજાબ અને હૈદરાબાદ વચ્ચે રોમાંચક મેચ, જુઓ છેલ્લી ઓવરનો વીડિયો

PBKS vs SRH Last Over Video : IPL 2024ની 23મી મેચમાં પંજાબ કિંગ્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા 2 રને પરાજય થયો હતો. હૈદરાબાદની ટીમ ભલે આ મેચ જીતવામાં સફળ રહી, પરંતુ મેચ બાદ પંજાબ કિંગ્સના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.

એક સમયે પંજાબ કિંગ્સની ટીમ મેચ જીતવાની નજીક આવી ગઈ હતી, પરંતુ અંતે નસીબ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે હતું, અને જેના કારણે તેઓ 2 રનથી જીતવામાં સફળ રહ્યા હતા, પરંતુ પંજાબ કિંગ્સના અનકેપ્ડ ખેલાડીઓ શશાંક સિંહ અને આશુતોષ શર્માએ એવી ઇનિંગ રમી હતી, જે હંમેશા યાદ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બંને અનકેપ્ડ બેટ્સમેનો પંજાબને મેચમાં થોડા સમય માટે પરત લાવ્યા હતા.

શશાંક સિંહે 25 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી, જ્યારે આશુતોષ શર્માએ 15 બોલમાં 33 રન બનાવ્યા હતા. બંનેએ એકસાથે તોફાની શૈલીમાં બેટિંગ કરી જેનાથી વિરોધી કેપ્ટન પેટ કમિન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

શશાંક સિંહે પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકારીને અજાયબી કરી બતાવી, તો બીજી તરફ આશુતોષે 15 બોલમાં 33 રન બનાવ્યા હતા. બંનેએ મળીને 27 બોલમાં 66 રનની ભાગીદારી કરી હતી. જોકે, હૈદરાબાદની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી, પરંતુ આ મેચમાં છેલ્લી ઓવરનો રોમાંચ પણ જોવા મળ્યો હતો.

આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ - પંજાબને છેલ્લી ઓવરમાં 6 બોલમાં 29 રનની જરૂર હતી. જયદેવ ઉનડકટ છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. ઉનડકટ તેની ડાયવર્સિટી માટે જાણીતો છે.

આવી સ્થિતિમાં બંને યુવા બેટ્સમેનો માટે રન બનાવવા ખૂબ મુશ્કેલ હતા. બધાએ મેચમાં હૈદરાબાદને વિજેતા તરીકે સ્વીકાર્યું હતું, પરંતુ ચાહકો હજુ છેલ્લા 6 બોલ સુધી રોમાંચના સમુદ્રમાં ડૂબકી મારવાના હતા.

PBKS vs SRH Last Over Video

હાર બાદ પણ દરેક જગ્યાએ શશાંક સિંહ અને આશુતોષ શર્માની ચર્ચા થઈ રહી હતી. હૈદરાબાદની ટીમ આ મેચ 2 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા.

હૈદરાબાદ માટે નીતિશ રેડ્ડીએ 37 બોલમાં 64 રન બનાવ્યા હતા, જેના કારણે હૈદરાબાદની ટીમ 182 રન બનાવી શકી હતી. નીતીશ રેડ્ડીએ મેચમાં એક વિકેટ, એક કેચ અને 64 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X