For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCIએ IPL 2020નું પ્લેઑફ શિડ્યૂઅલ જાહેર કર્યું

BCCIએ IPL 2020નું પ્લેઑફ શિડ્યૂઅલ જાહેર કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રમિયર લીગની 13મી સીઝન પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, જ્યાં ટીમો લગભગ પ્લેઑફના આંગણા સુધી પહોંચી ચૂકી છે. ટીમો વચ્ચે પ્લેઑફમાં જગ્યા બનાવવા માટે તગડી જંગ જોવા મળી રહી છે. આ દરમ્યાન બીસીસીઆઈએ આઈપીએલના પ્લેઑફ માટે શિડ્યૂઅલ જાહેર કરી દીધું છે. જે મુજબ આઈપીએલ 2020ના પ્લેઑફના મેચ દુબઈ અને આબુધાબીમાં રમાશે, અને ફાઈનલ મેચનું આયોજન દુબઈમાં કરાશે.

ipl 2020

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવિવારે એક પ્રેસ નોટ રિલીઝ કરી આઈપીએલના પ્લેઑફ શિડ્યૂઅલનું એલાન કર્યું. બીસીસીઆઈ તરફથી જાહેર કરાયેલ જાહેરાત મુજબ લીગનો પહેલો ક્વોલિફાયર મેચ 5 નવેમ્બર પહેલા અને બીજા નંબરની ટીમ વચ્ચે રમાશે.

જ્યારે 6 નવેમ્બરે આબુ ધાબીમાં ત્રીજી અને ચોથા નંબરની ટીમો વચ્ચે એલમિનેટર મેચ રમાશે. હપેલા ક્વૉલિફાયરની હારેલી ટીમ અને એલિમિનેટર ટીમ વચ્ચે 8 નવેમ્બરે આબુધાબીમાં રમાશે. જે બાદ ક્લૉલિફાયર એક અને ક્વૉલીફાયર બેની વિજેતા ટીમ વચ્ચે 10 નવેમ્બરે દુબઈના મેદાનમાં ફાઈનલ મેચ રમાશે.

ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં હાલ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને આરસીબીની ટીમ 14 પોઈન્ટ સાથે ટૉપ 3 ટીમોની દાવેદાર જોવા મળી રહી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પહેલીવાર પ્લેઑફમાં જગ્યા બનાવી શકવામાં નિષ્ફળ રહી છે.

જ્યારે રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કેકેઆર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે તીખી પ્રતિસ્પર્ધા જોવા મળી રહી છે. જણાવી દઈએ કે આઈપીએલની અંતિમ લીગ મેચ 3 નવેમ્બરે રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
playoff ipl 2020 dates, venue and timing all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X