પીએમ મોદીએ અમદાવાદમાં કર્યું 'અટલ બ્રીજ'નુ લોકાર્પણ, ચરખો પણ કાંત્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં 'અટલ બ્રિજ'નું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 'અટલ બ્રિજ' બનાવવામાં આવ્યો છે. તે એક આધુનિક ફૂટ ઓવર બ્રિજ છે, જે સાબરમતીના એક કાંઠાને બી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં 'અટલ બ્રિજ'નું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 'અટલ બ્રિજ' બનાવવામાં આવ્યો છે. તે એક આધુનિક ફૂટ ઓવર બ્રિજ છે, જે સાબરમતીના એક કાંઠાને બીજા કાંઠા સાથે જોડે છે. અહીં તસવીરોમાં તમે જોઈ શકો છો કે સાબરમતી રિવરફ્રન્ટ પર 'અટલ બ્રિજ' કેવો છે.

પીએમ મોદીએ 'અટલ બ્રિજ'નું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 'અટલ બ્રિજ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાને ગુજરાતના અન્ય અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. તેઓ આવતીકાલે પણ ગુજરાતમાં જ રહેશે.

વિદેશી ફૂટઓવર જેવી સુવિધા
એક અધિકારીએ જણાવ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો આ ફૂટ ઓવર બ્રિજ રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુને જોડે છે. વિદેશમાં નદીઓ પર જોવા મળતા ફૂટ ઓવર બ્રિજ જેવું લાગે છે. તેમણે કહ્યું કે બાળકો પણ તેના પર સાયકલ ચલાવવાની મજા માણી શકશે. તે વિવિધ પ્રકારની સજાવટ સાથે ખૂબ જ આકર્ષક લાગે છે. રાત્રિના સમયે અહીંની લાઇટિંગ જોવા જેવી છે.

અહીં અનેક પ્રોજેક્ટ પૂર્ણ થયા
આ બ્રિજના ઉદ્ઘાટન પહેલા અહીં સાબરમતીની સફાઈ કરવામાં આવી હતી. છેલ્લા 4-5 વર્ષોમાં અહીં અનેક પ્રોજેક્ટ્સ સ્થપાયા છે.

મોદીએ ચરખો પણ કાંત્યો હતો
આજે 27 ઓગસ્ટે મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવને પણ સંબોધિત કર્યો હતો. આ દરમિયાન ચરખો પણ કાંત્યો હતો.
Gujarat | PM Narendra Modi inaugurates Atal Bridge in Ahmedabad pic.twitter.com/ddenrRbhq2
— ANI (@ANI) August 27, 2022












Click it and Unblock the Notifications
