
વરદા ઇફેક્ટ: 5મી ટેસ્ટ મેચ માટે ગરમ કોલસાથી સૂકવી રહ્યા છે ચેન્નઇની પિચ
ઇંગ્લેંડની સાથે ટીમ ઇંડિયા પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ રમી રહી છે. જો કે તે આ સીરિઝ જીતી ચૂકી છે પરંતુ આ શ્રેણીની અંતિમ મેચ હજુ બાકી છે જે શુક્રવારે ચેન્ન ઇના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
ટીમ ઇંડિયા જ્યાં આ મેચને પણ જીતવાની કોશિશ કરશે ત્યાં બીજી તરફ અંગ્રેજોનું પણ પૂરેપૂરુ જોર હશે કે તે સમ્માન સાથે આ સીરિઝમાંથે વિદાય લે અને આ કારણે તે પણ ચેન્નઇથી જીત માટે જ વિચારશે. જો કે બે દિવસ પહેલા ચેન્નઇમાં આવેલા વાવાઝોડા વરદાએ અહીંની પરિસ્થિતિ ખરાબ કરી દીધી છે. એવુ લાગતુ લાગતુ હતુ કે કદાચ અહીં હવે મેચ નહિ થાય પરંતુ એવુ કંઇ બન્યુ નહિ.
ચિદમ્બરમ સ્ટેડિયમને મેચને અનુરુપ બનાવવા માટે અત્યારે બધી તરકીબો અજમાવવામાં આવી રહી છે. તમને જાણીને નવાઇ લાગશે કે ચેન્ન ઇમાં ભીની પિચ અને મેદાન સૂકવવા માટે ગરમ કોલસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન અને કમેંટેટર નાસિર હુસેને કોલસા વડે પિચ સૂકવવાની તસવીર ટ્વીટર પર શેર કર્યા બાદ આ જાણકારી મળી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો