#IPL10: રાજકોટમાં KKR-ગુજરાતની મેચ, ગંભીર-રૈના સામસામે

આઇપીએલની 10મી સિઝનની ત્રીજી મેચમાં કેકેઆર અને ગુજરાત લાયન્સ વચ્ચે છે મુકાબલો.

શુક્રવારે રાજકોટ માં આઇપીએલ ની 10મી સિઝનની ત્રીજી મેચ કેકેઆર અને ગુજરાત લાયન્સ વચ્ચે રમાનાર છે. બે વાર ચેમ્પિયન બનેલી કેકેઆરની ટીમ ગત વર્ષે સુરેશ રૈનાની કપ્તાની હેઠળ ગુજરાતની ટીમ સામે બે મેચ હારી ગઇ હતી. આજની મેચમાં કેકેઆર આ હિસાબ સરભર કરી શકે છે કેમ એ જોવાનું રહેશે.

gujarat lions

ગુજરાતે કેકેઆર ને આપી હતી કારમી હાર

છેલ્લે જ્યારે કેકેઆર અને ગુજરાતની ટીમ સામ-સામે આવી હતી ત્યારે ગુજરાતની ટીમે ખૂબ સરળતાથી કેકેઆરને 20 ઓવરમાં 124 રન પર જ રોકી દીધી હતી. પોતાના દાવમાં ગુજરાતની ટીમે ખૂબ સરળતા સાથે માત્ર ચાર વિકેટ ગુમાવી આ લક્ષ્યાંક પાર કર્યો હતો. ઇડેન ગાર્ડનમાં થયેલા મુકાબલામાં પણ ગુજરાત ટીમે કેકેઆરને 5 વિકેટથી પછાડી હતી. ગત વર્ષે ગુજરાતની ટીમ આઇપીએલ લિસ્ટમાં ચોથા નંબરે હતી.

  • ગુજરાતની ટીમમાં બ્રૈંડમ મેક્કુલમ, ડ્વેન સ્મિથ, અરોન ફિંચ, સુરેશ રૈના, દિનેસ કાર્તિક જેવા દિગ્ગજ બોલર છે.
  • ડ્વેન બ્રાવો અને રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત હોવાને કારણે આજની મેચ રમી નહીં શકે.
  • આઇપીએલના રેકોર્ડ અનુસાર ગત વર્ષે ગુજરાત લાયન્સ એકમાત્ર એવી ટીમ હતી, જે પાવરપ્લેમાં 70 કે તેથી વધુ રન બનાવી શકી હતી. ગુજરાતની ટીમ ચાર વાર આમ કરી ચૂકી છે.
  • આજની મેચમાં ગુજરાતની ટીમ માટે દિનેશ કાર્તિક મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઇ શકે છે. દેવધર ટ્રોફીમાં કાર્તિકે 12 ઇનિંગ્સમાં 854 રન બનાવ્યા હતા.
  • કેકેઆર ની ટીમમાંથી આંદ્રે રશેલ બહાર થયા છે. ટીમના કપ્તાન ગૌતમ ગંભીરને રશેલની ખોટ સાલશે.
  • ગત સિઝનમાં રશેલે 12 મેચમાં 15 વિકેટ લીધી હતી અને 188 રન ફટાકર્યા હતા.
  • આ વખતે ટીમમાં રશેલની જગ્યા રોમૈન પૉવેલ લેશે.

ગુજરાત લાયન્સ - જેમ્સ ફૉકનર, બ્રૈંડમ મૈક્કુલમ, ડ્વેન બ્રાવો, એરોન ફિંચ, ડ્વેન સ્મિથ, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, ધવલ કુલકર્ણી, પ્રવીણ કુમાર, ઇશાન કુમાર, પ્રદીપર સાંગવાન, શિવિલ કૌશિક, શાદાબ જકાતી, જયદેશ શાહ, જેસન રૉય, ચિરાગ સૂરી, બાસિલ થંપી, મનપ્રીત ગોની, નાથૂ સિંહ, તેજસ સિંહ, મુનાફ પટેલ, આકાશ દીપ, શુભમ અગ્રવાલ, પ્રથમ સિંહ, શૈલી શૌર્યા

કલકત્તા નાઇટ રાઇડર્સ - સુનીલ નરેન, આંદ્રે રશેલ, શકીબ અલ હસન, ક્રિલ લિન, ગૌતમ ગંભીર, કુલદીપ સિંહ, મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, પિયૂષ ચાવલા, રૉબિન ઉથપ્પા, ઉમેશ યાદવ, યુસુફ પઠાણ, શેલ્ડન જેક્સન, સિંહ રાજપૂત, ટ્રેંટ બોલ્ટ, ક્રિસ વોક્સ, નાથન કૂલ્ટર નાઇલ, રોમેન પૉવેલ, ડરેન બ્રાવો, ઋષિ ધવન, આર.સંજય યાદવ, ઇશાન જગ્ગી, સયાન ઘોષ, કોલિન ડે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X