For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Preview:કિંગ્સ ઇલેવન પંજાબ અને KKR વચ્ચે થશે રોમાંચક ટક્કર

ગૌતમ ગંભીરની આગેવાનીમાં કિંગ્સ ઇલેવન પંજાબને ટક્કર આપશે કેકેઆર.

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે ગુરૂવારના રોજ આઇપીએલ સિઝન 10 માં કેકેઆર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે કલકત્તા ખાતે મેચ રમાનાર છે. ગૌતમ ગંભીર ની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ બે મેચ જીતનાર પંજાબ સામે મેદાનમાં ઉતરશે. ગ્લેન મેક્સવેલની આગેવાનીમાં પંજાબની ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે. એવામાં કેકેઆર સામે મોટો પડકાર છે.

preview punjab kolkata

કોલકાતા નાઇટ રાઇડર્સ

  • કેકેઆરની ટીમ વર્ષ 2012 અને 2014માં આઇપીએલ સિઝનની વિજેતા રહી ચૂકી છે, પરંતુ આજે તેનો મુકાબલો એવી ટીમ સાથે છે, જે સતત સારું પ્રદર્શન કરી રહી છે.
  • કેકેઆરના સ્ટાર બેટ્સમેન ક્રિસ લિન ઇજાગ્રસ્ત હોવાને કારણે ટીમની બહાર છે, ક્રિસે આ સિઝનમાં સૌથી વધુ રન ફટકાર્યા છે.
  • ક્રિસ લિને 41 બોલ પર 93 રન ફટકાર્યા છે તથા અત્યાર સુધીમાં આ લિગમાં કુલ 184 રન ફટકાર્યા છે. આજની મેચમાં ટીમને ક્રિસ લિનની ખોટ સાલશે.
  • રૉબિન ઉથપ્પા કે મનીષ પાંડે ટીમમાં ક્રિસની જગ્યા લઇ શકે છે.
  • તો ગૌતમ ગંભીરે ગુજરાત લાયન્સ વિરુદ્ધ 48 બોલ 76 રન ફટકાર્યા હતા.
  • કેકેઆરની ટીમમાંથી ઉમેશ યાદવ મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઇ શકે છે. ઉમેશ યાદવ પણ શારિરીક તકલીફને કારણે શરૂઆતની બે મેચ રમી નહોતા શક્યા.
  • ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરિઝમાં ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરી હતી તથા ટીમની જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.
  • ઉમેશ યાદવ ટીમમાં અંકિત યાદવનું સ્થાન લેશે.
  • ગૌતમ ગંભીર બાંગ્લાદેશના શકીબ અલ હસનને પણ ટીમમાં લઇ શકે છે, એવામાં કેકેઆરમાંથી ટ્રેટ બોલ્ટ કે ક્રિસ વોક્સની છુટ્ટી થાય એવું બને.

કિંગ્સ ઇલેવન પંજાબ

  • કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ગ્લેન મેક્સવેલની કપ્તાની હેઠળ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે.
  • ઇયાન મોર્ગન અને ડરેન સેમીને નજરઅંદાજ કરી, ગ્લેનને કપ્તાન બનાવવામાં આવ્યા છે. આ તકનો તેમણે ખૂબ સારો લાભ ઉઠાવ્યો છે.
  • પૂના વિરુદ્ધની મેચમાં મેક્સવેલે 44 રન ફટકારી નોટ આઉટ રહ્યા હતા, જે કારણે ટીમ 6 વિકેટ સાથે મેચ જીતી ગઇ હતી.
  • આરસીબી વિરુદ્ધની મેચમાં તેમણે 22 બોલ પર 43 રન ફટકાર્યા હતા, આ મેચમાં પણ પંજાબની 8 વિકેટ સાથે જીતી ગઇ હતી.
  • ઇશાંત શર્મા ટીમની બોલિંગને વધુ ધારદાર બનાવવાનું કામ કરશે, તો રિદ્ધિમાન સાહાની હાજરીથી પણ ટીમને ઘણો ફાયદો થશે.

સંભાવિત ટીમોઃ

કિંગ્સ ઇલેવન પંજાબ - ગ્લેન મેક્સવેલ, ડેવિડ મિલર, મનાન વોહરા, શૉન માર્શ, અરમાન જાફર, માર્ટિન ગપ્ટિલ, ઇયોન મોર્ગન, રિંકુ સિંહ, સંદીપ શર્મા, અનુરીત સિંહ, મોહિત શર્મા,કેસી કરિયપ્પા, પ્રદીપ સાહૂ, સ્વપનિલ સિંહ, ટી.નટરાજન, મૈટી હેનરી, વરુણ એરોન, અક્ષર પટેલ, માર્ક સ્ટોનિસ, ગુકીરત માન, રાહુલ તેવતિયા, ડરેન સેમી, રિદ્ધિમાન સાહા, નિખિલ નાઇક

કોલકાતા નાઇટ રાઇડર્સ - સુનીલ નરેન, આંડ્રે રસેલ, શકીબ અલ હસન, ક્રિસ લિન, ગૌતમ ગંભીર, કુલદીપ સિંહ, મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, પિયૂષ ચાવલા,રૉબિન ઉથપ્પા, ઉમેશ યાદવ, યુસુફ પઠાણ, શેલ્ડન જેક્સન, સિંહ રાજપૂત, ટ્રેંટ બોલ્ટ, ક્રિસ વોક્સ, નાથન કૂલ્ટર નાઇલ, રોમેન પૉવેલ, ડરેન બ્રાવો, રિશિ ધવન, આર.સંજય યાદવ, ઇશાન જગ્ગી, સયાન ઘોષ, કોલિન ડે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Preview IPL 2017 match no 11 Kolkata VS Punjab on April 13.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X