Qualifier 1 GT vs CSK: ગાયકવાડની ફિફ્ટી, ચેન્નાઇએ બનાવ્યા 172 રન
IPLની આજે ક્વોલિફાયર-1માં CSKનો સામનો GT સામે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇએ 7 વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા હતા.

ચેન્નાઇના ઓપનર રૂતુરાજ ગાયકવાડ અને ડ્વેન કોન્વેએ સારી શરૂઆત કરી હતી. ગાયકવાડે 44 બોલમાં 60 રન બનાવ્યા હતા તથા કોન્વેએ 34 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી. આજે શિવમ દુબેનો બલ્લો ચાલ્યો ન હતો. દુબે 1 રન બનાવી આઉટ થઇ ગયા હતા. અજિંક્ય રહાણે પણ 17 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો.
અંબાતી રાયડુએ 9 બોલમાં 17 રન બનાવ્યા હતા. આ પછી રવિન્દ્ર જાડેજાએ 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. જાડેજા છેલ્લા બોલે મોટી હીટ મારવા જતા બોલ્ડ થઇ ગયો હતો. મહેન્દ્ર સિંહ ધોની પણ 1 રન બનાવી હાર્દિક પંડ્યાના હાથમાં પોતાનો કેચ આપી દીધો હતો. આ ઉપરાંત મોઇન અલીએ 9 રન બનાવ્યા હતા.
ગુજરાતની બોલિંગની વાત કરીયે તો મોહમ્મદ શમી અને મોહિત શર્માને 2-2 વિકેટ મળી હતી. આ ઉપરાંત દર્શન નલકંડે, નુર અહેમદ અને રાશિદ ખાનને 1-1 વિકેટ મળી હતી. ગુજરાતે આ મેચ જીતવા માટે 173 રન બનાવવાના રહેશે. આ મેચમાં જીતનાર ટીમ સીધી ફાઇનલમાં જશે.
IPLની પ્લેઓફ મેચો મંગળવાર (23 મે)થી શરૂ થઈ રહી છે. આજે ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મહેન્દ્ર સિંહ ધોની પાસે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ જીત નોંધાવવાનો પડકાર હશે. બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં ગુજરાતે જીત મેળવી છે.
શુભમને છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારીને વિરાટ કોહલીના સદીના પ્રયાસને બરબાદ કરી દીધો હતો, જેના પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ચેન્નાઈ સામેની મેચમાં બધાની નજર આ યુવા બેટ્સમેન પર રહેશે. ધોની, ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંનો એક છે, તેના માટે ચોક્કસ રણનીતિ હશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
