RCBના કેમ્પમાં દેખાયા રાહુલ દ્રવિડ, ફાફ સાથે મસ્તી કરતા જોવા મળ્યા કોહલી-અનુષ્કા
IPLમાં મેદાન પર જીત માટે લડ્યા બાદ ખેલાડીઓ ઘણીવાર મસ્તી કરતા જોવા મળે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથેની તસવીર શેર કરી છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
RCBએ તેની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સને સાત રનથી હરાવ્યું હતું. આ પહેલા ટીમે પંજાબ સામે પણ 24 રને જીત મેળવી હતી. આ બંને મેચમાં વિરાટ કોહલીએ ટીમની કમાન સંભાળી હતી. સતત બે જીત બાદ RCBએ પોઈન્ટ ટેબલમાં પણ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં રાહુલ દ્રવિડ પણ જોવા મળી રહ્યો છે. કોહલી-પ્લેસીસની પાછળ, દ્રવિડ ટેબલ પર બેસીને કંઈક ખાતા-પીતા જોવા મળે છે. રાહુલ દ્રવિડને RCB કેમ્પમાં જોઈને ફેન્સના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમની જાહેરાત બાદ કોહલી સાથે કોચ રાહુલ દ્રવિડની તસવીર જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છેકે દ્રવિડ અહીં કોહલી સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપની ચર્ચા કરવા આવ્યા છે.
થોડા દિવસો પહેલા રાહુલ દ્રવિડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ મેચ જોવા માટે સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. રાજસ્થાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાહુલ દ્રવિડની એક તસવીર શેર કરી છે, જેમાં તે ટીમના બાકીના સભ્યો સાથે સ્ટેડિયમમાં જોવા મળી રહ્યો છે.
સાથે જ RCBને તેની આગામી મેચ KKR સામે રમવાની છે. કોહલીની કપ્તાનીમાં આરસીબીએ બેમાંથી બે મેચ જીતી છે. આવી સ્થિતિમાં KKR સામે RCBનો પ્રયાસ જીતની હેટ્રિક ફટકારવાનો રહેશે. કોહલી અને પ્લેસિસની જોડી આ IPLની સૌથી સફળ ઓપનિંગ જોડી છે.
Dravid 👀 https://t.co/Zt8FJfHOEx
— PRASH (@Prash023) April 25, 2023
The coolest band in the IPL: Fresh Lime Soda 😉😆😎#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 pic.twitter.com/NQYpHXnepi
— Royal Challengers Bangalore (@RCBTweets) April 25, 2023
what’s dravid sir doing here ? ☹️ pic.twitter.com/cyRrEOI4pM
— D ॐ (@diyayayya) April 25, 2023
Dravid subah subah shuru https://t.co/oDIt2WEBTw
— 1ya// RCB (@danmit1ya) April 25, 2023
Dravid Chilling behind. https://t.co/sICcAaGNlT
— A (@_iArun__) April 25, 2023
Can you see Rahul Dravid in the background? https://t.co/EIBPBn74hh
— Quickr Quacker (@QuickrOlx) April 25, 2023












Click it and Unblock the Notifications
