રાજકોટ: ટી-20માં ન્યૂઝીલેન્ડે ભારતને 40 રનથી હરાયા

Posted By:
Subscribe to Oneindia News

રાજકોટમાં રમાયેલી ટી-20 મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. તો રાજકોટ વાસીઓએ પણ આ મેચમાં રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી મિસ કરી હતી. વળી ભારતની હાર થતા ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા હતા. નોંધનીય છે કે રાજકોટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શનિવારે બીજી ટી-20 મેચ રમાઇ હતી. જેમાં ટોસ જીતતા ન્યૂઝીલેન્ડે બેટિંગ કરી 197 રન કર્યા હતા. જો કે તેની સામે ભારતની ટીમ 20 ઓવરમાં ખાલી 156 રન જ બનાવી શકી હતી. અને આમ ભારતને 40 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

virat

ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડની આ જીત પછી કોલિન મુનરોને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેને આ મેચમાં 109 રન બનાવ્યા હતા. અને એક વિકેટ પણ લીધી હતી. જો કે ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. ત્યારે જાણકારોનું માનીએ તો ભારતે શરૂઆતમાં જ જો ઓપનિંગ જોડી ગુપ્ટિલ અને મુનરોમાંથી કોઇ એક ની વિકેટ લીધી હોત તો ભારતના જીતવાની શક્યતા વધુ ગઇ હોત.

English summary
રાજકોટમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડમાં સામે 40 રન સાથે ભારતની હાર થઇ છે. તો ન્યૂઝીલેન્ડની આ જીત પછી કોલિન મુનરોને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જાણો આ અંગે વધુ અહીં.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.