Ravindra Jadeja Retirement: રવિન્દ્ર જાડેજાએ લીધો ટી20માંથી સંન્યાસ, અનોખા અંદાજમાં કરી જાહેરાત

Ravindra Jadeja Retirement: ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પણ 30મી જૂન એટલે કે રવિવારે T-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે. હવે રવિન્દ્ર જાડેજાએ પણ T-20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.

સર રવિન્દ્ર જાડેજાએ કરી મોટી જાહેરાત - સર રવિન્દ્ર જાડેજા લાંબા સમયથી ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024 રવિન્દ્ર જાડેજા માટે કંઈ ખાસ ન હતો. રવિન્દ્ર જાડેજાએ આ સમગ્ર ટૂર્નામેન્ટમાં રમાયેલી 8 મેચની પાંચ ઇનિંગ્સમાં માત્ર 36 રન બનાવ્યા હતા.

આ સમયગાળા દરમિયાન રવિન્દ્ર જાડેજાનો સ્કોર 2, 17, 9, 7, 10 હતો. આટલું જ નહીં, તે આખી ટૂર્નામેન્ટમાં બોલિંગમાં માત્ર 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ જણાવી દિલની વાત - તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર, રવિન્દ્ર જાડેજાએ ચાહકોના સમર્થન બદલ આભાર માન્યો હતો. તેણે લખ્યું કે, મારા હૃદયપૂર્વક આભાર સાથે, હું T-20 આંતરરાષ્ટ્રીય મેચોને અલવિદા કહું છું.

રવિન્દ્ર જાડેજાએ વધુમાં લખ્યું કે, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે, અને અન્ય ફોર્મેટમાં પણ કરતો રહીશ. T20 વર્લ્ડ કપ જીતવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું.

Ravindra Jadeja Retirement

રવિન્દ્ર જાડેજાએ T-20 ફોર્મેટમાંથી સંન્યાસ લીધો - ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાએ T-20 ફોર્મેટમાંથી જ નિવૃત્તિ લીધી છે. એટલે કે તે હજુ પણ વનડે અને ટેસ્ટમાં રમતા જોવા મળશે. રવિન્દ્ર જાડેજાની જેમ વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ ટી20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે.

એટલે કે, આ ત્રણ મહાન ખેલાડીઓ વનડે અને ટેસ્ટમાં પોતાનો જાદુ ફેલાવતા જોવા મળશે. જોકે, રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ વિના, ભારતીય ટીમને T20 ફોર્મેટમાં નવી શરૂઆતની જરૂર પડશે.

આવું છે જાડેજાનું T-20માં પ્રદર્શન - રવિન્દ્ર જાડેજાના T-20 કરિયરની વાત કરવામાં આવે, તો રવિન્દ્ર જાડેજાએ T-20 ઇન્ટરનેશનલમાં ભારત માટે કુલ 74 મેચમાં ભાગ લીધો છે. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી 21.46 ની એવરેજથી 405 રન બનાવ્યા છે. આ સાથે રવિન્દ્ર જાડેજાએ 74 મેચ રમી છે, જેમાં તેણે 71 વિકેટ લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X