RCB vs DC: બેંગ્લોરે ટોસ જીતી દિલ્હીને પહેલાં બેટિંગ કરવા આમંત્રણ આપ્યું
RCB vs DC: બેંગ્લોરે ટોસ જીતી દિલ્હીને પહેલાં બેટિંગ કરવા આમંત્રણ આપ્યું
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી મેચ આજે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે. કોહલી સેના અને દિલ્હી કેપિટલ્સના પ્લેયર્સ આજે આમને-સામને થનાર છે. બેંગ્લોર સતત બીજી મેચ જીતવાના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરશે જ્યારે દિલ્હી કેપિટલ્સ ફરીથી જીતના ટ્રેક પર પાછા ફરવાના હેતુસર મેદાનમાં ઉતરશે. ત્યારે આજનો મુકાબલો લાજવાબ રહેશે.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટૉસ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, ડ્યૂ ફેક્ટર હોવાના કારણે અમે પહેલા બોલિંગ કરશું.
- જણાવી દઈએ કે અદમ ઝામ્પાની જગ્યાએ મોઈન અલીને, ગુરકિરત સિંહ મનની જગ્યાએ એમ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન
દેવદત્ત પડિક્કલ, આરોન ફિંચ, વિરાટ કોહલી, એબીડી, મોઈન અલી, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, ઈસરુ ઉદાના, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ
- દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરે કહ્યું કે, નવો દિવસ, આ અમારા માટે નવો પ્રસંગ છે. મોમેન્ટમ યથાવત રાખી શકશું તેવી આશા છે. બધા જ ખેલાડીઓ જવાબદારી લઈ રહ્યા છે. અમિત મિશ્રાની જગ્યાએ અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપવામાં આવી.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન
પૃથ્વી શૉ, શિખર ધવન, શ્રેયસ ઐય્યર, રિષભ પંત, સિમરન હેટમાયર, માર્કસ સ્ટોઈનિસ, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, હર્શલ પટેલ, કગિસો રબાડા, એનરીચ નોર્ત્જે.












Click it and Unblock the Notifications
