RCB vs KKR : કોહલીની અડધી સદી સાથે RCB ની જીત સાથે શરૂઆત
RCB vs KKR : ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઇડેન ગાર્ડન્સ ખાતેથી આઈપીએલની ધમાકેદાર શરૂઆત થઈ છે.
આ મુકાબલામાં આરસીબીએ જીત સાથે આઈપીએલની શરૂઆત કરી છે. આરસીબીની તરફથી પ્રથમવાર કેપ્ટનશીપ સંભાળી રહેલા રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સાચો સાબિત થયો અને ટીમ જીત સાથે શરૂઆત કરવામાં સફળ રહી.

કેકેઆરે પ્રથમ બેટિંગ કરતાં 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ જીતીને આરસીબીએ બોલિંગ કરી અને પહેલી જ ઓવરમાં જોશ હેઝલવુડે ક્વિન્ટન ડીકોકને આઉટ કર્યો. ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણે અને સુનીલ નારાયણે શાનદાર સદીની ભાગીદારી કરી.
અજિંક્ય રહાણે અને સુનીલ નારાયણ વચ્ચે બીજી વિકેટ માટે 55 બોલમાં 103 રનની ભાગીદારી થઈ. રહાણેએ ફક્ત 25 બોલમાં પોતાની આઈપીએલ કરિયરની 31મી અડધી સદી ફટકારી. જો કે, તે વધુ લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો.
કેકેઆરના શરૂઆતના દમદાર પ્રદર્શન બાદ પણ ટીમની બેટિંગ લાઈન-અપ વિખેરાઈ ગઈ અને ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી અને માત્ર 174 રન જ બનાવી શકી.
બીજી ઈનિંગમાં ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીની શાનદાર અડધી સદીની મદદથી આરસીબીએ આ ટાર્ગેટને આસાનીથી પાર કર્યો અને મુકાબલાને આસાનીથી જીતી લીધો.












Click it and Unblock the Notifications
