RCB vs PBKS : બેંગ્લોરને જીત માટે 177 રનનો ટાર્ગેટ
પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલા મુકાબલામાં પંજાબ કિંગ્સે બેંગ્લોરને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે.

પંજાબ માટે શિખર ધવને સૌથી વધુ 45 રનની ઈનિંગ રમી. બીજી વિકેટ માટે તેને પ્રભસિમરન સિંહ સાથે મળીને 55 રનની પાર્ટનરશિપ કરીને ટીમને એક સારી શરૂઆત અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી.
જો કે આ પછી ટીમ માટે કોઈ ખેલાડી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયા. બીજી તરફ બેંગ્લોરની ચુસ્ત બોલિંગે ટીમને 176 રને રોકી દીધી. બેંગ્લોર તરફથી ધવન સિવાય જિતેશ શર્માએ 27 રનની ઈનિંગ રમી.
બીજી તરફ બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાઝ અને ગ્લેન મેક્સવેલે કરતા 2-2 વિકેટ ઝડપી. આ સિવાય અલઝારી જોસેફ અને યશ દયાલ એક એક વિકેટ લેવામાં સફળ રહ્યા. હવે આરબીસીની નજર આઈપીએલની પહેલી જીત તરફ રહેશે.












Click it and Unblock the Notifications
