RCB vs PBKS : કોહલી-દિનેશ કાર્તિકની ધમાલ, આરસીબીની પહેલી જીત
પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાયેલા આઈપીએલના ધમાકેદાર મુકાબલામાં આરબીસીએ આ સિઝનની પહેલી જીત મેળવી લીધી છે.
પંજાબ કિંગ્સ તરફથી આપવામાં આવેલા 177 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની શરૂઆત સારી નહોતી રહી. પહેલા ફાફ ડુ પ્લેસી અને કેમરોન ગ્રીન સસ્તામાં આઉટ થઈ ગયા.

જો કે બીજા છેડે કોહલીએ બેટથી રનનો વરસાદ કરીને ટીમનો સ્કોર ફરતો રાખ્યો. કોહલીએ વધુ એક અડધી ફટકારી અને 49 બોલમાં શાનદાર 77 રનની ઈનિંગ રમી.
આ પછી એક સમયે એવુ લાગતુ હતું કે બેંગ્લોર બાજી ગુમાવશે પરંતુ દિનેશ કાર્તિક અને લોમરોરની પાર્ટનરશિપે ટીમને જીત સુધી પહોંચાડી દીધી.
દિનેશ કાર્તિકે માત્ર 10 બોલમાં શાનદાર 28 રનની ઈનિંગ રમી. બીજા છેડે લોમરોરે પણ 8 બોલમાં 17 રનનું મહત્વનું યોગદાન આપ્યુ. આમ આરસીબી 6 વિકેટ ગુમાવીને સિઝનની પહેલી જીત સુધી પહોંચી ગઈ.
જણાવી દઈએ કે, આરબીસીએ તેનો પહેલો મુકાબલો ચેન્નાઈ સામે રમ્યો હતો. આ મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
