RCB vs RR : દેવદત્ત પડિક્કલે ઇતિહાસ રચ્યો, કોહલી બાદ આવુ કરનારો બેટ્સમેન બન્યો
RCB vs RR : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલે રવિવારે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં RCB માટે 1000 રન પૂરા કરીને ઈતિહાસ રચ્યો.
આ સિદ્ધિ મેળવનાર તે વિરાટ કોહલી બાદ બીજો ભારતીય ખેલાડી બન્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેણે નોટઆઉટ 40 રનની શાનદાર ઇનિંગ રમી.

દેવદત્ત પડિક્કલેને RCB માટે 1000 રનનો આંકડો પાર કરવા માટે 37 રનની જરૂર હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 18મા ઓવરના ત્રીજા બોલ પર તેણે આ લક્ષ્યાંક હાંસલ કર્યો.
RCB માટે સૌથી વધુ રન વિરાટ કોહલીના નામે છે, જ્યારે બીજા નંબરે એબી ડિવિલિયર્સનું નામ આવે છે. પરંતુ ભારતીય ખેલાડીઓમાં વિરાટ બાદ દેવદત્ત પડિક્કલ જ 1000થી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બન્યો છે.
મેચની વાત કરીએ તો રાજસ્થાને RCBને 174 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. RCBએ આ લક્ષ્ય 17.3 ઓવરમાં હાંસલ કરી લીધું અને મેચ જીતી લીધી. ટીમ હવે આ જીતનો સિલસિલો આગળ વધારવા માગશે.












Click it and Unblock the Notifications
