RCB vs RR : કોહલીના બેટથી સિઝનની પહેલી સદી, રાજસ્થાનને 184 રનનો ટાર્ગેટ

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરમાં રમાઈ રહેલા મુકાબલામાં કોહલીનું બેટ શાનદાર રીતે બોલ્યુ છે. કોહલીના બેટથી સિઝનની પહેલી સદી આવી છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરનારી રાજસ્થાન રોયલ્સ શરૂઆતમાં વિકેટ ન લઈ શકી.બીજી તરફ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે શાનદાર બેટિંગ કરતા પહેલી વિકેટે 125 રનની પાર્ટનરશિપ કરી.

virat kohli - jaipur

કોહલીએ પોતાની અડધી સદી પુરી રી ત્યારે લાગતુ હતું કે ટીમ 200 પારનો સ્કોર બનાવશે. જો કે આ પછી રાજસ્થાને શાનદાર બોલિંગ કરી અને આરબીસીને વધુ રન બનાવવાનો મોકો ન આપ્યો.

આ દરમિયાન એક તરફ કોહલીએ છેડો સાચવી રાખ્યો અને આ સિઝનની પહેલી સદી ફટકારી. કોહલીએ 72 બોલમાં 113 રનની શાનદાર ઈનિંગ રમી. આ સિવાય ફાફ ડુ પ્લેસિસે 44 રન બનાવ્યા.

આમ આરબીસીએ 3 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા. હવે રાજસ્થાને જીત માટે 184 રન બનાવવા પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X