Records of Team India: ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ, જે કોઇ ન કરી શક્યું એ કરી બતાવ્યું
Records of Team India: ભારતીય ટીમે બુધવારના રોજ રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનને 8 વિકેટથી બરાવીને વિશ્વ કપ 2023ની બજી જીત મેળવી છે. આ વિશ્વ કપમાં ભારતની સતત બીજી જીત છે, જે બાદ પોઇન્ટ ટેબલ પર બીજા નંબરે પહોંચી ગઇ છે.
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જે આજ સુધી બીજી કોઈ ટીમ કરી શકી નથી. વર્લ્ડ કપમાં આ કારનામું કરનારો ભારત એકમાત્ર દેશ છે.

ભારતે કર્યો ચમત્કાર - ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાં બીજી જીત નોંધાવી છે. અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમે માત્ર 2 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
આ સાથે, ભારતીય ટીમ 7 વખત 250+ રનનો પીછો કરીને જીતનારી વિશ્વની એકમાત્ર ટીમ બની ગઈ છે. આજ સુધી અન્ય કોઈ ટીમ આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી નથી.
પોઈન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાન પર - આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ સતત બે મેચ જીતી છે. પ્રથમ, ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું જેમાં વિરાટ કોહલી (85) અને કેએલ રાહુલ (97 અણનમ) ના બેટથી અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું હતું.
આ પછી બુધવારના રોજ દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. રોહિત શર્માએ કેપ્ટનશીપની ઇનિંગ રમતા 131 રન બનાવ્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્ડિયાના 4 પોઈન્ટ્સ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
ICC ટ્રોફી જીતવાની શાનદાર તક - ભારતીય ટીમ પાસે વર્લ્ડ કપ 2023 જીતવાની શાનદાર તક છે. છેલ્લી વખત ટીમ ઈન્ડિયાએ 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જે બાદ ભારતીય ટીમ આજ સુધી આઈસીસીનો કોઈ ખિતાબ જીતી શકી નથી.
જો ODI વર્લ્ડ કપની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ તેને 2011માં જીત્યો હતો, પરંતુ તે પછી આજ સુધી તે ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં આ વખતે ટીમ પોતાની ધરતી પર જીત મેળવીને 2011ની યાદોને તાજી કરવા માંગે છે.












Click it and Unblock the Notifications
