Rishabh Pant Catch Video: સુપરમેન બન્યો રિષભ પંત, જુઓ કેવી રીતે કર્યો કેચ
Rishabh Pant Catch Video: વિકેટ પાછળ રિષભ પંચની ફુર્તીનો કોઇ જવાબ નથી. ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બુધવારે મેચ રમાઇ હતી. આ મેચમાં રિષભ પંતે એક શાનદાર અદ્દભૂત કેચ કરીને ફેન્સનું દિલ જીતી લીધું હતું.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેઠેલા તમામ દર્શકો પણ રિષભ પંતના આ કારનામાને જોઈને ઉત્સાહમાં ઉછળી પડ્યા હતા. ડિસેમ્બર 2022 માં એક ભયાનક કાર અકસ્માતમાં ઘાયલ થયા પછી, રિષભ પંતે IPL 2024 માં તેના શાનદાર કમબેકથી દરેકને પ્રેરણા આપી છે.
આઈપીએલ 2024માં રિષભ પંતની બેટિંગ અને વિકેટકીપિંગમાં પણ એ જ ઓલ્ડ ટચ જોવા મળે છે. રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
બુધવારના રોજ રમાયેલી IPL મેચ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર ઋષભ પંતે ગુજરાત ટાઇટન્સ (GT)ના બેટ્સમેન ડેવિડ મિલરને તેના સુપરમેન-શૈલીના કેચથી આઉટ કર્યો અને તેને ડગઆઉટમાં પરત કર્યો હતો.

વિકેટ પાછળ રિષભ પંતની ચપળતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એવું બન્યું કે ગુજરાત ટાઇટન્સ (GT)ની ઇનિંગ્સની પાંચમી ઓવરમાં દિલ્હી કેપિટલ્સ (DC)નો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા બોલિંગ કરવા આવ્યો હતો.
આ ઓવરમાં ડેવિડ મિલર ઈશાંત શર્માના છેલ્લા બોલ પર શોટ ચૂકી ગયો હતો. ડેવિડ મિલર ઓન સાઈડ પર રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને વિકેટની પાછળ ગયો હતો.
આ પછી રિષભ પંતે ચિતાની ઝડપે વિકેટની પાછળ બોલ પર પાઉન્સ કર્યો. રિષભ પંતે સુપરમેનની સ્ટાઈલમાં આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો. રિષભ પંતે ડાબી તરફ ડાઇવ કરીને બોલ કેચ કર્યો હતો.
આ શાનદાર કેચ સાથે રિષભ પંતે ડેવિડ મિલરની ઇનિંગનો અંત લાવ્યો હતો. ડેવિડ મિલર 6 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંતના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ માટે શુભ સંકેત - આ IPL મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે હરાવ્યું હતું. ઓછી સ્કોરવાળી IPL મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને 17.3 ઓવરમાં 89 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. દિલ્હી કેપિટલ્સે માત્ર 8.5 ઓવરમાં ચાર વિકેટે 92 રન બનાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
રિષભ પંતે આ મેચમાં 2 કેચ કર્યા અને 2 સ્ટમ્પિંગ પણ કર્યા. આ પછી રિષભ પંતે બેટિંગ વડે 11 બોલમાં અણનમ 16 રન ફટકારીને દિલ્હી કેપિટલ્સને જીત અપાવી હતી. આ વિકેટકીપર બેટ્સમેન વિકેટ પાછળ ખૂબ જ ચપળ હતો.
વિકેટની પાછળ કેચ લેવા ઉપરાંત, રિષભ પંતે શાનદાર સ્ટમ્પિંગ પણ કર્યું હતું અને T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, તેનું પ્રદર્શન ભારતીય ક્રિકેટ માટે સારો સંકેત છે.
Ek haath hi kaafi hai 🧤
— JioCinema (@JioCinema) April 17, 2024
From one-handed sixes to one-handed catches, Rishabh Pant can do it all 🤩#GTvDC #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/1JZEuLiL5T












Click it and Unblock the Notifications
