Rishabh Pant: 454 દિવસ બાદ મેદાનમાં ઉતારશે રિષભ પંત, ટીમમાં વાપસી ક્યારે?

Rishabh Pant: 30 ડિસેમ્બર, 2022ની સવારે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા હતા. નવા વર્ષ નિમિત્તે માતાને મળવા જઇ રહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકિપર-બેટ્સમેન રિષભ પંતની કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ કાર અકસ્માતમાં રિષભ પંત ગંભીર રીતે ઘાયસ થયો હતો.

આ અકસ્માતમાં રિષભ પંતનો જીવ બચી ગયો હતો. તેના ઘૂંટણમાં એવી ઈજા થઈ હતી કે, તે સમયે તે ઊભા થઈ શકશે કે નહીં તે કહેવું પણ મુશ્કેલ હતું, પરંતુ રિષભ પંતની ઈચ્છા શક્તિ, BCCI, NCA અને પ્રશંસકોની પ્રાર્થનાથી અશક્ય પણ શક્ય બન્યું અને તે ક્રિકેટ જગતમાં વાપસી કરવા તૈયાર છે.

Rishabh Pant

ઋષભ પંત 454 દિવસ બાદ વાપસી કરશે - IPL 2024 ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો કરશે. દિલ્હી કેપિટલ્સનું સુકાની ઋષભ પંત 454 દિવસ બાદ મેદાનમાં પરત ફરશે. આવા સમયે, T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, ભારતીય ટીમ મેનેજમેન્ટની નજર તેના પર રહેશે.

ભારતીય ટીમ માટે દરવાજા ખુલી ગયા છે - નોંધનીય છે કે, BCCIએ રિષભ પંતને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે વિકેટકીપર તરીકે રમવાની મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ 2024માં તેની પસંદગી માટેના દરવાજા ખુલી ગયા છે. બીસીસીઆઈના સચિવ જય શાહે પણ જણાવ્યું છે કે, જો પંત વિકેટકીપિંગ કરે છે, તો તેની ટી-20 વર્લ્ડ કપમાં પસંદગી થઈ શકે છે.

વિકેટકીપરની શોધમાં છે ભારતીય ટીમ - T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને રિંકુ સિંહ જેવા બેટ્સમેન જોવા મળી શકે છે. રોહિતના નિવેદન બાદ જો તેમાં વિરાટ કોહલીનું નામ પણ જોડવામાં આવે તો વિકેટકીપરને ટોપ ઓર્ડરમાં સ્થાન મળતું નથી.

યાદીમાં સામેલ છે આ ખેલાડીઓ - આવી સ્થિતિમાં ભારતીય ટીમની નજર ઋષભ પંત પર રહેશે. ટીમ જીતેશ શર્માને અજમાવી ચૂકી છે. આ સિવાય ધ્રુવ જુરેલ અને સંજુ સેમસન પણ ભારતીય ટીમના દરવાજા ખખડાવી રહ્યા છે. કેએલ રાહુલ પણ એક વિકલ્પ છે, પરંતુ તેની ફિટનેસની સમસ્યા હજુ પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X