IPL 2017: પૂને સુપરજાઇન્ટના કપ્તાન પદેથી પણ ધોની આઉટ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને IPL ટીમ રાઇઝિંગ પૂને સુપરજાઇન્ટના કપ્તાન પદેથી ખસેડવામાં આવ્યા છે. ધોનીની જગ્યાએ હવે સ્ટિવ સ્મિથ આ ટીમની કપ્તાની સંભાળશે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ને IPL ટીમ રાઇઝિંગ પૂને સુપરજાઇન્ટ્સ ના કપ્તાન પદેથી ખસેડવામાં આવ્યા છે. ખબરો અનુસાર, ધોનીની જગ્યાએ હવે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથ આ ટીમની કપ્તાની કરશે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલની છેલ્લી સિઝનમાં ધોનીએ પૂનેની કપ્તની કરી હતી. સ્ટિવન સ્મિથ આ પહેલાં રાજસ્થાન રોયલ્સની ટીમ તરફથી રમતા હતા અને ધોની ચેન્નાઇ સુપર કિંગ્સના કપ્તાન હતા.

આગામી આઇપીએલ સિઝન 10 માટે રાઇઝિંગ પૂને સુપરજાઇન્ટએ સ્ટિવ સ્મિથને ટીમના નવા કપ્તાન જાહેર કર્યાં છે. રાઇઝિંગ પૂને જાઇન્ટના માલિક સંજીવ ગોએન્કાએ આ અંગે કહ્યું હતું કે, એક સારા લીડર તરીકે અને એક સારા વ્યક્તિ તરીકે હું ધોનીનું ખૂબ સન્માન કરું છું. ધોની અમારી ટીમમાં હજુ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ટીમ માટે જે યોગ્ય હોય એ જ કરવાના વિચાર સાથે ધોનીએ આ નિર્ણયને આવકારી લીધો છે.












Click it and Unblock the Notifications
