Rohit Sharma Record: સિક્સર વીર બન્યો શર્મા, આવું કરનારો પહેલો ખેલાડી બન્યો રોહિત

Rohit Sharma Record: ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની સુપર 8 મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને ભારત સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ભારતને 24 રને જીત મેળવી હતી.

આ મેચ ઓસ્ટ્રેલિયા હારી ગઇ હતી. અને તેને અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે બાંગ્લાદેશને અફઘાનિસ્તાનને હરાવવાની જરૂર પડવાની હતી. જોકે, અફઘાનિસ્તાન સામે બાંગ્લેદેશની હાર થવાના લીધે ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાંથી બહાર થઇ ગયું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો, ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટે ગુમાવીને 205 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 181 રન જ બનાવી શકી હતી.

Rohit Sharma Record

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 41 બોલમાં 92 રન બનાવ્યા હતા. જેમાં 8 સિક્સ અને 7 ફોરનો સમાવેશ થાય છે. જે બાદ સુર્યકુમાર યાદવે 31 રન, શિવન દુબેએ 28 રન અને હાર્દિક પંડ્યાએ 27 રન બનાવ્યા હતા.

રોહિત શર્માનું ઐતિહાસિક પરાક્રમ - ઓસ્ટ્રેલિયા સામે પોતાની વિસ્ફોટક શૈલીમાં બેટિંગ કરતા રોહિત શર્માએ મિચેલ સ્ટાર્કની એક જ ઓવરમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા અને આ સાથે T20Iમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

રોહિત શર્માએ હવે T20I ક્રિકેટ કરિયરમાં પોતાની 200 સિક્સ પૂરી કરી લીધી છે, અને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X