For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KKR Vs MI: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માનો રેકોર્ડ

KKR Vs MI: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માનો રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેનો આજનો મુકાબલો ધમાકેદાર રહેવાનો છે. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, સુનિલ નરિન, એન્ડ્રૂ રસેલ જેવા ધમાકેદાર બેટ્સમેન વિસ્ફોટક ઈનિંગ રમી શકે છે. ઘણા ફેન્સ રોહિત આઈપીએલ રેકોર્ડ શોધી રહ્યા હશે, જો તમે પણ આવા કોઈ ફેન્સ છે તો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માનો રેકોર્ડ કેવો રહ્યો તે લઈને અમે આવ્યા છીએ. અહીં રોહિત શર્માનો કોલકાતા સામેનો રેકોર્ડ જણાવવામાં આવ્યો છે. વિસ્તૃત જાણો.

સાચ્ચા ફેન્સને ખબર જ હશે કે રોહિત શર્મા આઈપીએલની શરૂઆત થઈ ત્યારથી જ મુંબઈ ઈન્ડિયન્સ ફેમિલી સાથે જોડાયેલા છે. આઈપીએલની 12 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કુલ 19 મુકાબલા થયા છે. જે બધા જ મુકાબલાનો રોહિત શર્મા પણ સાક્ષી બન્યો હતો.

IPL 2020: રોહિત શર્માનો રેકોર્ડ

IPL 2020: રોહિત શર્માનો રેકોર્ડ

રોહિત શર્માએ આ 19 મેચમાં કુલ 5 ફીફ્ટી અને 1 સદી ફટકારી જ્યારે બે મેચ એવી પણ હતી જ્યારે રોહિત શર્મા સદીની નજીક પહોંચીને આઉટ થઈ ગયો હતો. જો આ તમામ 19 ઈનિંગમાં રોહિતનો સ્કોર જોઈએ તો, 0, 10, 12, 55, 109, 12, 34, 16, 27, 51, 98, 30, 84, 68, 30, 27, 26, 11 અને 36 રનની ઈનિંગ રમી. અત્યાર સુધીમાં સુનિલ નરીને રોહિત શર્માને કુલ 8 વાર આઉટ કર્યો છે ત્યારે રોહિત શર્માએ સુનિલ નરીનની બોલિંગ વખતે સાવચેતીથી રમવું પડશે.

આઈપીએલમાં રોહિતનું કરિયર

આઈપીએલમાં રોહિતનું કરિયર

જો રોહિત શર્માના આઈપીએલ કરિયર વિશે વાત કરીએ તો રોહિત શર્મમાએ 30 એપ્રિલ 1987ના રોજ આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં રોહિત શર્મા આઈપીએલની કુલ 189 મેચ રમ્યો, જેમાં શર્માએ 4910 રન ફટકાર્યા. હવે રોહિત શર્મા આઈપીએલ કરિયરના 5000 રનથી માત્ર 90 રન જ દૂર છે. પોતાની આ 189 મેચમાં રોહિત શર્માએ 31.47 રનની એવરેજ અને 130.79ની સ્ટ્રાઈક રેટથી કુલ 4910 રન બનાવ્યા. આઈપીએલમાં કુલ 1 સદી ફટકારી જે કોલકાતા સામે જ ફટકારેલી છે અને અત્યાર સુધીમાં કુલ 36 ફીફ્ટી લગાવી.

બધી સીઝનમાં રોહિતનો હાઈએસ્ટ સ્કોર

બધી સીઝનમાં રોહિતનો હાઈએસ્ટ સ્કોર

  • IPL 2008- 76*
  • IPL 2009- 52
  • IPL 2010- 73
  • IPL 2011- 87
  • IPL 2012- 109*
  • IPL 2013- 79*
  • IPL 2014- 59*
  • IPL 2015- 98*
  • IPL 2016- 85*
  • IPL 2017- 67
  • IPL 2018- 94
  • IPL 2019- 67
  • IPL 2020- પહેલી મેચમાં 12 રન હજી સીઝન ચાલુ છે

KKR Vs MI: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ક્વિન્ટન ડિકોકનો રેકોર્ડ જાણોKKR Vs MI: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ક્વિન્ટન ડિકોકનો રેકોર્ડ જાણો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
rohit sharma smashed 5 fifty against kolkata knight riders in history
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X