લગ્ન પહેલા આ બોલિવૂડ હસીનાના પ્રેમમાં ઘાયલ હતો રોહિત શર્મા, ખુદ કર્યો હતો ખુલાસો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ રીતિકા સજદેહ સાથે લગ્ન કર્યા છે. જો કે મોટા ભાગના લોકો એ નથી જાણતા કે લગ્ન પહેલા રોહિતનું દિલ બોલિવૂડની એક હસીના પર આવી ગયુ હતુ.
હિટમેન રોહિત શર્માને લગ્ન પહેલા બોલિવૂડ એક્ટ્રેસ પર ક્રશ હતો. રોહિત શર્માએ પોતે આ ક્રશની કબૂલાત જાહેરમાં કરી હતી.

હાલમાં રોહિત શર્માએ પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો છે. રોહિત શર્માએ ડિસેમ્બર 2014માં યુવરાજ સિંહની નજીકની બહેન રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પહેલા હિટમેન બોલિવૂડની હસીના પાછળ પાગલ હતો અને તેને પોતાનો ક્રશ માનતો હતો.
લગ્ન પહેલા 2014માં આપેલા એક ઈન્ટરવ્યુમાં રોહિત શર્માએ પોતે ખુલાસો કર્યો છે કે તે બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂરને પોતાનો ક્રશ માને છે. ઈન્ટરવ્યુમાં રોહિતને તેની ફેવરિટ એક્ટ્રેસ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કરીના કપૂરનું નામ લીધું.
હિટમેને કરીના કપૂરને તેનો ક્રશ ગણાવ્યો હતો. રોહિત શર્માએ કહ્યું કે, મને કરીના ગમે છે. તે ખૂબ જ સુંદર છે. હું તેનો દિવાનો છું અને તેની બધી ફિલ્મો જોઉં છું.
જો કે આ સમયગાળા દરમિયાન રોહિત શર્મા રિતિકા સજદેહ સાથે રિલેશનશિપમાં હતો. રોહિત અને રિતિકા લગ્ન પહેલા લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. હાલમાં રોહિત અને રિતિકા એક છોકરીના માતા-પિતા પણ છે, જેનું નામ સમાયરા છે.












Click it and Unblock the Notifications
