For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોમેટીંક ક્રિકેટ ફિલ્મ બને તો ટીમ ઇન્ડિયાના આ સિતારા લાગશે હોટ

|
Google Oneindia Gujarati News

આપણી ત્યાં ક્રિકેટ એક ધર્મની જેમ પૂજવામાં આવે છે. વાત જો ક્રિકેટની આવે તો તેમની પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઈફમાં ચાહકોને ઘણો જ રસ હોય છે. અને એટલે જ ક્રિકેટર્સની લવલાઈફ પણ લોકોના દિલના સ્કોર બોર્ડમાં અંકિત રહેતી હોય છે.

આવો જાણીએ કે જો આ ક્રિકેટર્સને લઈને એક રોમેન્ટીક ફિલ્મ બનાવવામાં આવે તો કયો ક્રિકેટર વધુ જામશે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જે રીતે ખુલ્લેઆમ પોતાના પ્રેમનો એકરાર પીચ પર કર્યો હતો, તે હિસાબથી તો તે ફિલ્મના લીડ હીરો બની શકે છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

આંખો હી આંખોમાં પ્રેમનો એકરાર કરવાનું કોઈ સચિનથી શીખે. શિદ્દતથી પ્રેમ કરવો અને તેને નિભાવવો તે સચિનની ખાસિયત છે. અને એટલે જ ફિલ્મમાં સચિન તો હોવો જ જોઈએ.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

નાનપણના પ્રેમને જવાનીમાં જીવનસાથીના રૂપમાં સ્થાન આપવું ધોની જેવા દિગ્ગજ જ કરી શકે. અને એટલે જ આ રોમેન્ટીક ફિલ્મમાં ધોનીની ભૂમિકા તો હોવી જ જોઈએ.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

કોઈ પણ ફિલ્મ મસાલા વગર ક્યાં ચાલે છે. અને એટલે જ રોમેટીંક ફિલ્મમાં તડકો પણ હોવો જોઈએ. અને એટલે જ ફિલ્મમાં પીચના કેસેનોવા યુવરાજ સિંહનું હોવુ પણ જરૂરી છે.

હરભજન સિંહ

હરભજન સિંહ

વેલ પ્રેમ તો તે જ સફળ થાય છે, જેમાં પ્રેમ, ઈન્તઝાર, અને વિશ્વાસ હોય. આ વાત હરભજન સિંહથી સારી રીતે કોણ સમજાવી શકે છે. એટલે જ ફિલ્મમાં ભજ્જીનું હોવુ પણ જરૂરી છે.

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક

જીવનમાં સેકન્ડ ચાન્સ પણ મળે છે. તે વાત દિનેશ કાર્તિક સારી રીતે જાણે છે. અને એટલે જ ફિલ્મમાં દિનેશની જગ્યા પણ બની શકે છે.

રોહિત શર્મા

રોહિત શર્મા

પોતાના પ્રેમ સાથે જીવનની દરેક ક્ષણને જીવો તે રોહિત શર્મા જ શીખવી શકે છે. કારણ કે રોહિત શર્મા માને છે જીંદગીના મીલેગી દોબારા. અને એટલે જ ફિલ્મમાં તેમનું હોવુ પણ જરૂરી છે.

સુરેશ રૈના

સુરેશ રૈના

દુનિયામાં અરેન્જ મેરેજ પણ તમને તમારા પ્રેમ સાથે ભેટો કરાવી શકે છે, અને એટલે જ આ ફિલ્મમાં રૈનાની પોઝીશન પણ બને છે.

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તેને મેળવવા માટે જમીન આકાશ એક કરી દો. આ વાત તો એંગ્રી યંગમેન સૌરવ ગાંગુલી જ લોકોને સારી રીતે સમજાવી શકે છે. ફિલ્મ તેમના વગર કેવી રીતે બની શકે છે.

અનિલ કુંબલે

અનિલ કુંબલે

પ્રેમ તમને સારા જ નહિં બહું સારા બનાવી શકે છે. અને એટલે જ તમે રૂઢીઓને પણ તોડી શકો છો. અને એટલે જ આ રોમેન્ટીક ફિલ્મમાં અનિલ કુંબલેનું હોવુ જરૂરી છે.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ભગવાને દરેક માટે કોઈને કોઈક, ક્યાંક બનાવ્યો છે, તે ક્યારે ક્યાં મળી જશે તે કોઈને નથી ખબર. એ વાત ગંભીર સારી રીતે જાણે છે. અને એટલે જ આ ફિલ્મ ગંભીરને લીધા વગર તો અધુરી જ લાગે.

આર.અશ્વિન

આર.અશ્વિન

પ્રેમ માટે માણસે ઘણો ત્યાગ કરવો પડતો હોય છે. આ વાત તો રોમેન્ટીક અશ્વિન જ સમજાવી શકે છે. આ ફિલ્મમાં તેઓ પણ 12th મેનનો રોલ નીભાવી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
If You are making Romantic Indian Cricket Film then these cricketers should play the Important romantic character of Your Film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X