RR vs KKR: સંજૂ સેમસને લગાવી છગ્ગાની સદી, ખાસ ક્લબમાં સામેલ થયો

RR vs KKR: સંજૂ સેમસને લગાવી છગ્ગાની સદી, ખાસ ક્લબમાં સામેલ થયો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં શારજાહના મેદાન પર કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થઆન રોયલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. નાની બાઉન્ડ્રી હોવાના કારણે અહીં છગ્ગાનો વરસાદ થયો. કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ હારી પહેલાં બેટિંગ કરી અને પહેલી ઈનિંગમાં 223 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. પોતાની ઈનિંગ દરમ્યાન પંજાબે 11 છગ્ગા અને 20 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે શાનદાર શરૂઆત કરી અને પાવરપ્લેની સમાપ્તિ સુધી 1 વિકેટ ગુમાવી 69 રન બનાવી લીધા હતા.

sanju samson

રાજસ્થઆનની ટીમે આ વર્ષે પાવરપ્લેમાં બનાવેલ સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી નાખ્યો જે આ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે પહેલી ઈનિંગમાં 60 રન બનાવી પોતાના નામે કર્યો હતો. આ દરમ્યાન સંજૂ સેમસન પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે.

સંજૂ સેમસને પોતાની ઈનિંગની શરૂઆત છગ્ગા સાથે કરી અને પાવરપ્લે ખતમ થવા સુધી સંજૂએ 12 બોલમાં 24 રન બનાવી લીધા. આ દરમ્યાન સંજૂ સેમસનની ટીમે 2 છગ્ગા લગાવ્યા અને આઈપીએલમાં છગ્ગાની સદી ફટકારવાનું કારનામું કરી દેખાડ્યું. પાછલી મેચમાં સંજૂ સેમસને સીએસકે વિરુદ્ધ 7 છગ્ગા લગાવ્યા હતા અને આઈપીએલમાં 98 છગ્ગા લગાવનાર બેટ્સમેન બની ગયો હતો.

જ્યારે ગતરોજની મેચમાં સંજૂએ રવિ બિશ્નોઈની બોલ પર 100મો છગ્ગો ફટકારી આઈપીએલમાં સિક્સર્સની શદી પૂરી કરી લીધી. તે આઈપીએલમાં 100 છગ્ગા લગાવનાર 19મો ખેલાડી બન્યો અને તેણે આ આંકડો 91 ઈનિંગમાં હાંસલ કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X