RR vs LSG : રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાવા જઈ પહેલા મુકાબલામાં રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરલાનો નિર્ણય કર્યો છે.
રાજસ્થાન રોયલ્સ અત્યારસુધી ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે. રાજસ્થાનના 7 જીત સાથે 14 પોઈન્ટ છે.

સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમ આજના મુકાબલામાં જીત સાથે પ્લેઓફમાં લગભગ જગ્યા નક્કી કરવા મેદાને ઉતરશે.
બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સના 8 પોઈન્ટ છે. તે આ જીત સાથે પોતાને પોઈન્ટ ટેબલમાં ઉપર લઈ જવા મેદાને ઉતરશે.
લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સ લખનૌ પર હાવી જોવા મળે છે. બંને ટીમો વચ્ચે રમાયેલી ચાર મેચોમાંથી રાજસ્થાને ત્રણ જીત મેળવી છે, જ્યારે લખનૌએ એકમાં જીત મેળવી છે.
લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલરો માટે અમુક અંશે મદદરૂપ છે. સ્પિનરો માટે થોડો સ્પિન અને ટર્ન છે અને નવો બોલ થોડી મુવ કરશે. આ સ્થળ પર પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો રેકોર્ડ સારો છે, તેથી ટોસ જીત્યા બાદ ટીમ બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.












Click it and Unblock the Notifications
