RR vs RCB : કોહલીની સદી એળે ગઈ, બેંગ્લોરની વધુ એક શરમજનક હાર
રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ વચ્ચે જયપુરમાં રમાયેલા આઈપીએલના મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે તેની સતત ચૌથી જીત મેળવી લીધી છે.
રાજસ્થાન રોયલ્સે આ મુકાબલાને 6 વિકેટે જીતી લીધો છે. બીજી તરફ બેંગ્લોરના ખાતામાં વધુ એક હાર નોંધાઈ છે. આ મુકાબલામાં એક સાથે બે સદી જોવા મળી.

પહેલા બેટિંગ કરતા બેંગ્લોરે વિરાટ કોહલીની સદીની મદદથી ત્રણ વિકેટે 183 રન બનાવ્યા હતા. જો કે આ સ્કોર ઓછો પડ્યો અને રાજસ્થાન રોયલ્સે શાનદાર બેટિંગ કરતા આશાનીની મેચ જીતી લીધી.
રાજસ્થાને બીજી ઈનિંગમાં શરૂઆતમાં જ યશસ્વી જયસ્વાલની વિકટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી જોસ બટલર અને સંજુ સેમસને શાનદાર બેટિંગ. જોસ બટલરે 58 બોલમાં શાનદાર સદી ફટકારી. બીજી તરફ સંજુ સેમસને 42 બોલમાં 69 રનની ઈનિંગ રમી.












Click it and Unblock the Notifications
