RR vs RCB, Pitch Report: આજની IPLમાં બેટ્સમેન કે બોલર, કોણ પડશે ભારે? જાણો પિચ અને વેધર રિપોર્ટ
RR vs RCB, Pitch Report: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 19મી મેચમાં આજે 6 એપ્રિલે, શનિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામ-સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
આ રોમાંચક મેચ પહેલાં RR vs RCBની પિચ અને હવામાન અહેવાલ પર એક નજર કરીએ, જે તમારી Dream11 ટીમ માટે ગેમ ચેન્જર બની શકે છે.

રાજસ્થાન રોયલ્સ હાલમાં પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને છે કારણ કે તેણે તેની છેલ્લી 3 મેચ જીતી છે. બીજી તરફ, રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ તેની છેલ્લી 4 મેચમાંથી માત્ર 1 જીત સાથે પોઈન્ટ ટેબલ પર આઠમા સ્થાને છે. આ બંને ટીમો 30 વખત સામસામે આવી ચૂકી છે, જેમાંથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 મેચ જીતી છે. રાજસ્થાન રૉયલ્સે 12 મેચ જીતી છે, જ્યારે 3 મેચ ડ્રો રહી છે.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ બેટિંગના સ્વર્ગથી કમ નથી, જ્યાં વચ્ચેની ઓવરોમાં સ્પિનરોની અમુક વિકેટો લેવા સાથે હાઈ સ્કોરિંગ એક્શનની અપેક્ષા છે. અહીં રમાયેલી છેલ્લી IPL મેચ રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં 10 વિકેટના નુકસાન પર કુલ 358 રન બનાવ્યા હતા. આ મેદાન પર રમાયેલી 13 મેચોમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5માં જીત મેળવી છે.
હવામાન અહેવાલ અનુસાર, જયપુરમાં શનિવારે સાંજે હવામાન ગરમ રહેશે અને તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ભેજનું સ્તર 22 ટકા રહેશે અને પવનની ઝડપ 8 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમઃ ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત(વિકેટ કીપર), દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર (ટ્રેડેડ), વિશાલ વિજય કુમાર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટૉપલે, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમેરુન ગ્રીન (ટ્રેડેડ), અલઝારી જોસેફ, યશ દયાલ, ટૉમ કુરેન, લૉકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંહ અને સૌરવ ચૌહાણ.
રાજસ્થાન રૉયલ્સ ટીમઃ યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, યુજવેન્દ્ર ચહલ, નંદ્રે બર્ગર, રોવમેન પૉવેલ, શુભમ દુબે, કુલદીપ સેન, નવદીપ સૈની, ટોમ કોહલર-કેડમોર, પ્રિસિધ ક્રિષ્ના, ડોનોવન ફરેરા, આબિદ મુશ્તાક, કુણાલ સિંહ રાઠોડ, કેશવ મહારાજ, તનુશ કોટિયન.












Click it and Unblock the Notifications
