રૂતુરાજ ગાયકવાડ ચૂકી ગયો મોકો, IPL 2023ની પહેલી સદી ફટકારવાનું સપનું ચકનાચૂર
ક્રિકેટના મહાસંગ્રામ આઇપીએલ 2023નો આજે 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમેથી શુભારંભ થઇ ગયો છે. પહેલી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. ગુજરાત ટાઇટન્સે ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ રૂતુરાજ ગાયકવાડે હાર્દિક પટેલના તમામ આયોજનો પર પાણી ફેરવી દીધું. જી હાં, રૂતૂરાજ ગાયકવાડે ધાકડ બેટિંગ કરી ગુજરાતના તમામ બોલર્સને હંફાવ્યા.

રૂતુરાજ ગાયકવાડે પહેલી જ મેચમાં ધમાકેદાર બેટિંગ કરી છે. ગુજરાત સામેની મેચમાં ચેન્નઈના ઓપનર બેટ્સમેન રૂતૂરાજ ગાયકવાડે 50 બોલમાં 92 રન ફટકાર્યા. રૂતુરાજ ગાયકવાડને પણ 8 રને આઇપીએલની પહેલી સદી ચૂકવાનો મોટો અફસોસ હશે, જો કે અલ્ઝારી જોસેફે ગાયકવાડનું સપનું પૂરું ના થવા દીધું. આ મેચમાં રુતુરાજ ગાયકવાડે 9 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. નોંધનીય છે કે આઇપીએલની 37 મેચમાં રૂતૂરાજ ગાયકવાડે કુલ 50 સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવી લીધો છે. આ ઉપરાંત મોહમ્મદ શમીએ પણ આઇપીએલમાં 100 વિકેટ ચટકાવવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ પોતાના આઇપીએલ કરિયરની પહેલી વિકેટ, 50 મી વિકેટ અને 100મી ત્રણેય વિકેટમાં બેટ્સમેનને બોલ્ડ આઉટ કર્યો હતો.
આઇપીએલની તમામ સિઝનની પહેલી સદી ફટકારવાનો શ્રેય મેળવનાર બેટ્સમેન
- આઇપીએલ 2018માં કોલકાતા નાઇટ રાઇડર્સના બ્રેન્ડન મેક્કલમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 73 બોલમાં 158 રન ફટકારી આઇપીએલની પહેલી સદી ફટકારવાનો શ્રેય હાંસલ કર્યો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સ તરફથી એબી ડિવિલિયર્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 54 બોલમાં 105 રનની ઈનિંગ રમી આઇપીએલ 2009ની પહેલી સદી ફટકારવાનો શ્રેય મેળવ્યો હતો.
- રાજસ્થાન રોયલ્સ તરફથી યુસુફ પઠાને મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં આઇપીએલ 2010ની પહેલી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
- કિંગ્સ ઈલેવન પંજાબના પૌલ વેલ્થેટીએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 63 બોલમાં 120 રન ફટકારી આઇપીએલ 2011ની પહેલી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે નોંધ્યો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં અજિંક્ય રહાણેએ રાજસ્થાન રોયલ્સ તરફથી 60 બોલમાં 103 રન ફટકારી આઇપીએલ 2012ની પહેલી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે નોંધ્યો હતો.
- શેન વોટ્સને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 58 બોલમાં 101 રન ફટકારી આઇપીએલ 2013ની પહેલી સદી ફટકારવાનો શ્રેય હાંસલ કર્યો હતો.
- લેન્ડલ સિમન્સે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતાં કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં 61 બોલમાં 100 રનની ઈનિંગ રમી આઇપીએલ 2014ની પહેલી સદી ફટકારી હતી.
- આઇપીએલ 2015ની પહેલી સદી પણ બ્રેન્ડન મેક્કલમે ફટકારી હતી, આ વખતે ચેન્નઈના આ ધુરંધરે સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર્સને હંફાવ્યા હતા.
- ક્વિન્ટન ડિકોકે 51 બોલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 108 રનની ઈનિંગ રમી દિલ્હી ડેરડેવિલ્સને જીતાવી હતી અને આઇપીએલ 2016ની પહેલી સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવી લીધો હતો.
- આઇપીએલ 2017ની પહેલી સદી સંજુ સેમસને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ફટકારી હતી. તેમણે 63 બોલમાં 102 રન ફટકાર્યા હતા.
- આઇપીએલ 2018ની પહેલી સદીએ કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગેલે ફટકારી હતી. ગેલે 63 બોલમાં 104 રન ફટકાર્યા હતા.
- આઇપીએલ 2019ની પહેલી સદી પણ સંજુ સેમસને ફટકારી હતી. જો કે રાજસ્થાન તેમ છતાં મેચ હારી ગયું હતું.
- આઇપીએલ 2020ની પહેલી સદી કેએલ રાહુલે ફટકારી હતી. જેમણે 69 બોલમાં 132 રન ફટકાર્યા હતા.
- આઇપીએલ 2021ની પહેલી સદી ફટકારવાનો શ્રેય ફરી એકવાર સંજુ સેમસને મેળવી લીધો હતો. સંજુએ કુલ 3 વખત આઇપીએલ સિઝનની પહેલી સદી ફટકારવાનો શ્રેય પણ મેળવ્યો છે.
- આઇપીએલ 2022ની પહેલી સદી રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે ફટકારી હતી.












Click it and Unblock the Notifications
