saachi marwah : કોણ છે નીતિશ રાણાની પત્ની સચી મારવાહ? જાણો કેમ ચર્ચામાં છે?

saachi marwah : કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના બેટ્સમેન ક્રિકેટર નીતિશ રાણાની પત્ની સચી મારવાહ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તેણી એક સફળ ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ટ છે.

સચી મારવાહનો જન્મ 7 ડિસેમ્બર 1991 ના રોજ નવી દિલ્હીમાં થયો છે. 33 વર્ષીય સચી એવોર્ડ વિજેતા ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેણીનો પરિવાર કલાકારોની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેની માતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કાંસ્ય શિલ્પકાર છે, જ્યારે તેણીના પિતા પણ શિલ્પકલામાં કુશળ છે.

Saachi Marwah

સચી મારવાહે પ્રેમ નાથ એન્ડ એસોસિએટ્સ નામની જાણીતી આર્કિટેક્ચરલ કંપનીમાં ઈન્ટર્નશીપ કરી હતી. 2016માં તેણીએ નવનીત કૌર સાથે સાચી એન્ડ નવનીત ડિઝાઇન સ્ટુડિયો સ્થાપ્યો, જે આજે પ્રખ્યાત ડિઝાઇન કંપનીઓમાંથી એક છે.

સચી મારવાહે ટોપ ક્રિકેટર્સના ઘરોની ડિઝાઇન કરી છે. શુભમન ગિલનું નવું ઘર તેણીએ મહેલ જેવું ભવ્ય ડિઝાઇન કર્યું છે. આ કારણે શુભમન ગિલ અને સચી મારવાહનું નામ એક સાથે ચર્ચામાં આવ્યું હતું.

સાચી અને નીતિશ 2019માં લગ્ન બંધનમાં બંધાયા હતા. લગ્ન પહેલાં તેઓ 3 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બન્નેએ લગ્ન કર્યા. આ લગ્નમાં ઘણા ક્રિકેટ સ્ટાર્સ અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. સચી નીતિશ કરતા 2 વર્ષ મોટી છે, છતાં બંને વચ્ચે પ્રેમ અને સમજણ છે.

સચી મારવાહની સ્ટાઈલ અને કાર્યશૈલીની ચર્ચા સતત રહે છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થતી રહે છે અને ચાહકો તેમના કામની ઘણી પ્રશંસા કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X