સચિન તેંડુલકરને એશિયન ફેલોશિપ એવોર્ડનું સન્માન

Written By:
Subscribe to Oneindia News

ભારતના પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન માનાતા સચિન તેંડુલકર ને શુક્રવારે રાત્રે ધ એશિયન એવોર્ડ્સ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા છે. લંડન ના પાર્ક લેનમાં સ્થિત લંડન હિલ્ટનમાં સચિન તેંડુલકરે આ સન્માન સ્વીકાર્યું હતું.

sachin tendulkar

એશિન એવોર્ડનું આ સાતમું સંસ્કરણ છે. એશિયાઇ પુરસ્કારોની સ્થાપના ઉદ્યમી પૉલ સાગૂએ વર્ષ 2010માં કરી હતી. આ સન્માન એશિયાની એ હસતીઓને આપવામાં આવે છે, જેમણે પોતાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા મેળવી હોય.

આ પહેલાં આ ફેલોશિપ પુરસ્કાર સિતારવાદક રવિ શંકર અને અભિનેતા જેકી ચેન તથા બેમ કિંગ્સલે જેવી હસતીઓને આપવામાં આવ્યો છે. આ પ્રસંગે સચિને કહ્યું કે, બે દશકથી વધુ સમય સુધી ક્રિકેટ રમવાનો અનુભવ શાનદાર રહ્યો. વર્ષ 2011માં વિશ્વકપની જીત તેમની કારકીર્દિની ખાસ પળ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

English summary
Sachin Tendulkar awarded Asian Award in London.
Please Wait while comments are loading...