Pics: માસ્ટર બ્લાસ્ટરે કંઇ આ રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ

24 એપ્રિલના રોજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો જન્મ દિવસ હતો. જેને આખા દેશે ધામ-ધૂમથી ઉજવ્યો. સચિન તેંડુલકરે પોતાના જીવનના 42 વર્ષ પૂરા કર્યા. આ 42 વર્ષોમાં 24 વર્ષ તેમણે ક્રિકેટને સમર્પણ કરી દીધા છે. તેમના આ લાંબા કરિયરની સૌથી સચોટ વાત એ છે કે તેમની આ યાત્રા એકદમ બેદાગ રહી છે, જેમાં માત્ર મહેનત, ડિવોશન અને પુરસ્કાર જ પુરસ્કાર છે.

સચિનનું ક્રિકેટ કરિયર 16 મહીના પહેલા જ પુરુ થઇ ગયું પરંતુ હજી પણ તેમની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો નથી થયો. માટે ટ્વિટર પર જોરદાર રીતે તેમના બર્થડેની ઉજવણી કરવામાં આવી. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સચિન તેંડુલકરના 42માં જન્મદિવસ પર શુક્રવારે સુરેશ રૈના, ઇરફાન પઠાન, રોહિત શર્મા, મોહમ્મદ કૈફ સહિત ઇશાંત શર્માએ તેમને શુભેચ્છા આપી.

સચિન તેંડુલકર ભલે આજે ક્રિકેટના મેદાન પર દેખાતા ના હોય પરંતુ તેમના પ્રત્યે લોકોનો પ્રેમ હજી ઓસર્યો નથી. તેમના જન્મદિવસ પર જે રીતે લોકોએ પ્રેમ વરસાવ્યો તે એ વાતનો પુરાવો છે. સચિને પોતાના જન્મદિવસ પર પોતાના ચાહકોને એક ભેંટ પણ આપી છે. સચિને પોતાના જન્મદિવસ પર ઇંસ્ટાગ્રામ પર પોતાનું ખાતુ ખોલ્યું અને ટ્વિટર એકાઉંટ પર તેની લિંક પોસ્ટ કરી.

આવો જાણીએ સચિને જન્મદિવસ પર શું કર્યું અને લોકોએ તેમને કેવી રીતે શુભેચ્છા પાઠવી...

ઇસ્ટાગ્રામ પર સચિન

ઇસ્ટાગ્રામ પર સચિન

સચિને પોતાના જન્મદિવસ પર ઇંસ્ટાગ્રામ પર પોતાનું ખાતુ ખોલ્યું અને પોતાનો ફેમિલી તસવીર પોસ્ટ કરી હતી.

સચિને માન્યો આભાર

પોતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનાર ચાહકોનો સચિને આભાર માન્યો હતો.

ઇંસ્ટાગ્રામની આપી માહિતી

સચિને પોતાના ચાહકોને ઇંસ્ટાગ્રામમાં આવ્યાની માહિતી ટ્વિટર પર આપી.

જન્મદિવસની ખાસ તસવીર

જન્મદિવસની ખાસ તસવીર

ઇંસ્ટાગ્રામ પર સચિને પોતાના જન્મદિવસની કેટલીક ખાસ તસવીરો પોસ્ટ કરી છે. સચિન આ તસવીરમાં પોતાના પરિવાર સાથે કેક કાપતા દેખાઇ રહ્યા છે.

સુરેશ રૈના

સુરેશ રૈનાએ સચિનને ટ્વિટર પર વર્લ્ડકપની જીતની તસવીર પોસ્ટ કરીને લખ્યું હેપ્પી બર્થ ડે પાજી...

સુરેશ રૈના

સુરેશ રૈનાએ બીજા ટ્વિટમાં જણાવ્યું કે આ ઉજવણી ખૂબ જ ગૌરવશાળી છે, આપે દેશ માટે ઘણુંબધું કર્યું છે. આપને ઘણો બધો પ્રેમ.

ઈશાંત શર્મા

ઇશાંત શર્માએ ટ્વિટર પર લખ્યું કે હેપ્પી બર્થ સચિન પાજી. આપ સાચા અર્થમાં એક પ્રેરણાસ્રોત અને દિગ્ગજ ખેલાડી છો.

રોહિત શર્મા

હેપ્પી બર્થ ડે સચિન પાજી. આપનું આવનાનું વર્ષ સુખમય રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X