For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેદાનમાં ફરી એકવાર ઉતરશે સચિન-સહેવાગની જોડી, બ્રેટ લી કરશે બોલિંગ

મેદાનમાં ફરી એકવાર ઉતરશે સચિન-સહેવાગની જોડી, બ્રેટ લી કરશે બોલિંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટની સૌથી શાનદાર ઓપનિંગ જોડીઓમાંથી એક જોડી છે મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દર સહેવાગની, બંને ખેલાડીઓ જ્યારે પણ મેદાન પર બેટિંગ કરવા ઉતરતા હતા કે બોલર પણ ચિંતામાં રહેતા હતા. ઓસ્ટ્રેલિયાઈ બોલર વિરુદ્ધ બંને ખેલાડીઓને બેટિંગ કરવું પસંદ છે ખાસ કરીને બ્રેટ લી સામે. ક્રિકેટ ફેન્સ માટે આ જૂના જમાનાની વાત હોય શકે છે પરંતુ એનએકેડમી રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત તમે આ ખેલાડીઓને ફરી એકવાર મેદાનમાં રમતાં લાઈવ જોઈ શકો છો.

જી હાં, 7 માર્ચથી શરૂ થઈ રહેલ આ ટૂર્નામેન્ટમાં ફરીથી ક્રિકેટ ફેન્સનું મનોરંજ કરવા અને રોડ સુરક્ષા વિશે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, બ્રેટ લી, મુરલીધર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો કરશે.

જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

ઉલ્લેખનીય છે કે રોડ સડક સુરક્ષા પ્રત્યે જાગરુકતા ફેલાવવા માટે અનએકેડમી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ અંતર્ગત ટી20 ટૂર્નામેન્ટ કરાવવાનો ફેસલો કર્યો છે જેમાં દુનિયાભરના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડીઝ અને સાઉથ આફ્રિકાના કેટલાય મોટા ક્રિકેટર ભાગ લેશે, જેમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ઝાહીર ખાન, બ્રાયન લારા, શિવનારાયણ ચંદ્રપાલ, બ્રેટ લી, બ્રેટ હૉજ, જોંટી રોડ્સ, મુથૈયા મુરલીધરન, તિલકરત્ને દિલશાન અને અજંતા મેંડિસ સામેલ છે.

વાનખેડેમાં લારા અને સચિન વચ્ચે મુકાબલો

વાનખેડેમાં લારા અને સચિન વચ્ચે મુકાબલો

આયોજકો મુજબ આ સીરીઝનું લક્ષ્ય સડક સુરક્ષા વિશે જાગરૂકતા ફેલાવવી છે. આ સીરીઝ દરમિયાન કુલ 11 મેચ રમાશે, જેની પહેલી મેચ 7 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પહેલી મેચ દરમિયાન દુનિયાના બે મહાન દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારા મેદાન પર આમને સામને રમતા જોવા મળશે.

આવુ છે રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝનું શિડ્યૂઅલ

આવુ છે રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝનું શિડ્યૂઅલ

આ સીરીઝની બે મેચ વાનખેડે સ્ટેડિયમ, 4 મેચ પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમ, ચાર મેચ નવી મુંબઈના મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમ અને ફાઈનલ 22 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. પુણેમાં ભારતીય ટીમની બે મેચ રમાશે.

જેમાંથી એક મેચ 14 માર્ચે સાઉથ આફ્રીકાના લેજંડ્સ અને બીજી 20 માર્ચે ઓસ્ટ્રેલિયાના લેજન્ડ્સ સામે રમાશે. વાનખેડે અને ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં મેજબાન ટીમ એક-એક મેચ રમશે. ઈન્ડિયા લેજન્ડ્સની આગેવાની સચિન તેંડુલકર કરશે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગવાસ્કર આ સીરીઝના કમિશ્નર છે.

તમામ મેચ ભારતીય સ્થાનિક સમય પ્રમાણે સાંજે 7.00 વાગે શરૂ થશે

  • માર્ચ 7, 2020 : ઇન્ડિયા લિજેન્ડ્સ vs વેસ્ટ ઇન્ડિઝ લિજેન્ડ્સ, વાનખેડે (મુંબઈ)
  • માર્ચ 8, 2020 : ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સ vs શ્રીલંકા લિજેન્ડ્સ, વાનખેડે (મુંબઈ)
  • માર્ચ 10, 2020 : ઇન્ડિયા લિજેન્ડ્સ vs શ્રીલંકા લિજેન્ડ્સ, ડી વાય પાટિલ (નવી મુંબઈ)
  • માર્ચ 11, 2020 : વેસ્ટ ઇન્ડિઝ લિજેન્ડ્સ vs સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ, ડી વાય પાટિલ (નવી મુંબઈ)
  • માર્ચ 13, 2020 : સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ vs શ્રીલંકા લિજેન્ડ્સ, ડી વાય પાટિલ (નવી મુંબઈ)
  • માર્ચ 14, 2020 : ઇન્ડિયા લિજેન્ડ્સ vs સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ, એમસીએ સ્ટેડિયમ (પૂણે)
  • માર્ચ 16, 2020 : ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સ vs વેસ્ટ ઇન્ડિઝ લિજેન્ડ્સ, એમસીએ સ્ટેડિયમ (પૂણે)
  • માર્ચ 17, 2020 : વેસ્ટ ઇન્ડિઝ લિજેન્ડ્સ vs શ્રીલંકા લિજેન્ડ્સ, એમસીએ સ્ટેડિયમ (પૂણે)
  • માર્ચ 19, 2020 : ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સ vs સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ, ડી વાય પાટિલ (નવી મુંબઈ)
  • માર્ચ 20, 2020 : ઇન્ડિયા લિજેન્ડ્સ vs ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સ, એમસીએ સ્ટેડિયમ (પૂણે)
  • માર્ચ 22, 2020: ફાઇનલ, બ્રેબોર્ન સ્ટેડિયમ (સીસીઆઈ, મુંબઈ)

જસપ્રીત બુમરાહને મોટો ઝટકો, ODI રેંકીંગમાં નંબર 1 જગ્યા ગુમાવીજસપ્રીત બુમરાહને મોટો ઝટકો, ODI રેંકીંગમાં નંબર 1 જગ્યા ગુમાવી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
sachin tendulkar, virender sehwag, brett lee will play cricket again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X