ખેલાડીઓની તો છોડો, અમ્પાયરનું વેતન જાણીને દંગ રહી જશો
હાલમાં ચારે તરફ આઈપીએલની ધૂમ મચી છે. બેટ્સમેનની ધૂંઆધાર બેટિંગ હોય કે બોલરની ધારદાર બોલિંગ દર્શકો ઝૂમી ઉઠે છે.
હાલમાં ચારે તરફ આઈપીએલની ધૂમ મચી છે. બેટ્સમેનની ધૂંઆધાર બેટિંગ હોય કે બોલરની ધારદાર બોલિંગ દર્શકો ઝૂમી ઉઠે છે. હંમેશા આપણે કોઈ પણ રમતને માત્ર ખેલાડીઓના પ્રદર્શનથી નાની મોટી બનાવીને જોઈએ છીએ. પરંતુ આ રમતમાં હજુ એક મજબૂત કડી છે જેની ભૂમિકા આ રમતમાં ખૂબ જ મહત્વની છે અને તે છે અમ્પાયરની. અમ્પાયરનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય હશે એ પંક્તિઓ તો આપણે સૌએ સાંભળી જ હશે. હંમેશા જ્યારે આપણે રમતમાં કમાણીની વાત કરીએ ત્યારે આપણે ખેલાડીઓની ચર્ચા કરીએ છીએ પરંતુ અમ્પાયરને ભૂલી જઈએ છીએ. મેચમાં ખેલાડીઓની સાથે સાથે અમ્પાયરને પણ ખાસી મોટી રકમ આપવામાં આવે છે.

આઈપીએલમાં હોય છે બે પ્રકારના અમ્પાયર
હાલમાં આઈપીએલનો ખુમાર બધા ખેલપ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે ત્યારે તેમને જણાવી દઈએ કે આઈપીએલમાં બે પ્રકારના અમ્પાયર હોય છે. એક હોય છે એલીટ અમ્પાયર. જેમની કમાણી અહેવાલો અનુસાર 2700-3200 ડોલર સુધીની એટલે કે લગભગ 1 લાખ 12 હજાર રુપિયા. બીજી તરફ હોય છે એન્ટ્રી લેવલ અમ્પાયર જેમને દરેક મેચમાં 100 ડોલર આપવામાં આવે છે. જો આખી આઈપીએલ સિઝનની વાત કરીએ તો એલીટ અમ્પાયર લગભગ સાડા ત્રણ કરોડ રુપિયા સુધી કમાઈ શકે છે જ્યારે એન્ટ્રી લેવલ અમ્પાયર 12 લાખ સુધી કમાઈ શકે છે. જો ખેલ જાણાકારોની માનીએ તો ટેસ્ટ મેચમાં અમ્પાયરોની સેલરી લગભગ 3000 ડોલ હોય છે જ્યારે વનડેમાં લગભગ 1000 ડોલર સુધીની કમાણી થઈ શકે છે.
કેવી રીતે બને છે અમ્પાયર
તમને જણાવી દઈએ કે જેવી રીતે એક સારા ખેલાડી બનવા માટે સારુ રમવુ જરુરી છે અને પોતાના પ્રદર્શનને વધુ સારુ બનાવતા રહેવું જરુરી છે. તેવી જ રીતે અમ્પાયર બનવા માટે ક્રિકેટની તમામ ઝીણામાં ઝીણી વિગતો સાથે 42 નિયમો જાણવા જરુરી છે. આ ઉપરાંત અમ્પાયરનો વ્યવહાર પણ ઘણો મહત્વનો છે. અમ્પાયર બનવા માટે રાજ્ય સ્તરની ખેલ શાખાઓ સમય-સમય પર પરીક્ષાઓનું આયોજન કરે છે. જો કોઈ પ્રતિયોગી આ પરીક્ષામાં સફળ થાય તો બીસીસીઆઈની પેનલ માટે પસંદ કરવામાં આવે છે અને ત્યારબાદ થોડા દિવસો સુધી રાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરીંગ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરીંગ કરવાની તક આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
