For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજૂ સેમસને બનાવ્યો એવો રેકોર્ડ, જે ધોની-કોહલી જેવા ધુરંધર પણ ના બનાવી શક્યા

સંજૂ સેમસને પોતાના નામે એક શાનદાર રેકોર્ડ બનાવી લીધો. જાણો વિગત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની તેરમી સીઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. સીઝનની ચોથી મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ, ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સમાં રમાઈ. આ ચેન્નઈની ટૂર્નામેન્ટની બીજી મેચ રહી, જ્યારે રાજસ્થાને પોતાની ઓપનિંગ મેચ રમી છે. ચેન્નઈના કેપ્ટન એમ એસ ધોનીએ ટૉસ જીત્યા બાદ ફિલ્ડિંગ કરવાનો ફેસલો કર્યો. પહેલી ઈનિંગમાં મેદાન પર આવેલ રાજસ્થાને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 216 રન બનાવ્યા.

સંજૂ સેમસને મહત્વની ભૂમિકા નિભાવી

સંજૂ સેમસને મહત્વની ભૂમિકા નિભાવી

ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા વિકેટકીપર-બેટ્સમેન સંજૂ સેમસને મહત્વની ભૂમિકા નિભાવી. જ્યારે તેઓ આવ્યા તો તેમણે માત્ર 19 બોલ પર પોતાની ફીફ્ટી પૂરી કરી, જેમાં છ છગ્ગા અને એક છોગ્ગો સામેલ છે. આની સાથે જ સેમસન રાજસ્થાનના ત્રીજા સૌથી તેજ ફીફ્ટી બનાવનાર ખેલાડી બની ગયા છે. તે એટલેથી જ ના અટક્યો બલકે સતત છગ્ગાની વરસાદ કરતો રહ્યો. આખરે 12મી ઓવરના ચોથા બોલ પર લુંગી નગિડીએ સેમસનને ઋતુરુાજ ગાયકવાડના હાથે કેચ કરાવ્યો. સેમસન 32 બોલમાં 74 રન બનાવી પેવેલિયન પરત ફર્યો. જેમાં કુલ નવ છગ્ગા અને એક ચોગ્ગો સામેલ હતો. આની સાથે જ સેમસને પોતાના નામે એક શાનદાર રેકોર્ડ બનાવી લીધો.

આ રેકોર્ડ બનાવ્યો

આ રેકોર્ડ બનાવ્યો

સેમસન આઈપીએલના ઈતિહાસમાં બેવાર એક ઈનિંગમાં નવ કે તેથી વધુ છગ્ગા લગાવનાર પહેલો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેમણે અગાઉ 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ એક ઈનિંગમાં 10 છગ્ગા લગાવ્યા હતા. સંજૂ સેમસન આઈપીએલની ઈનિંગમાં બેવાર 9થી વધુ છગ્ગા લગાવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા જેવા ધુરંધરો પણ આ કામ નથી કરી શક્યા.

ગેલ સૌથી ઉપર

ગેલ સૌથી ઉપર

તેમનું નામ હવે એવા ખેલાડીઓની યાદીમાં આવે છે જેમણે એક ઈનિંગમાં નવથી વધુ છગ્ગા લગાવ્યા છે, જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત એબી ડિવિલિયર્સ, આંદ્રે રસેલ, એડમ ગ્રિલક્રિસ્ટ અને બ્રેંડન મેકુલ્લમે પ્રત્યેક ઈનિંગમાં બે વાર નવથી વધુ છગ્ગા ફટકાર્યા છે. સિક્સ કિંગ ક્રિસ ગેલ આ યાદીમાં સૌથી ઉપર છે. તેમણે આ કારનામું 6 વાર કરી બતાવ્યું છે.

સીઝન 13ની સૌથી તેજ ફીફ્ટી

સીઝન 13ની સૌથી તેજ ફીફ્ટી

જણાવી દઈએ કે સેમસન આ સીઝનમાં સૌથી તેજ ફીફ્ટી લગાવનાર બેટ્સમેન પણ બન્યો છે. સેમસન પહેલા માર્કસ સ્ટોઈનિસે 20 બોલમાં ફીફ્ટી ફટકારી હતી. સ્ટોઈનિસે 20 સપ્ટેમ્બરે રમાયેલ સીઝનની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ આ ઈનિંગ રમી હતી.

રાહુ-કેતુનુ મહાપરિવર્તન 23 સપ્ટેમ્બરે, જાણો શું થશે અસરરાહુ-કેતુનુ મહાપરિવર્તન 23 સપ્ટેમ્બરે, જાણો શું થશે અસર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sanju Samson created record of hitting 9 six twice in a ipl inning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X