સેમીફાઇનલ: ભારત vs ઓસ્ટ્રેલિયા પર શું કહે છે જ્યોતિષ
[પં. અનુજ શુક્લ] ક્રિકેટ વિશ્વકપની બીજો સેમીફાઇનલ મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થવાનો છે. આ મેચ કરોડો ભારતીય ફેંસ માટે ખૂબ જ ખાસ રહેશે. ટીમ ઇન્ડિયાની સામે ટકરાશે સૌથી સફળ ટીમ અને આ વખતની યજમાન ઓસ્ટ્રેલિયા રહેશે. બંને ટીમ હાલમાં પોતાના શાનદાર ફોર્મમાં છે. 26 માર્ચના રોજ થનાર આ મુકાબલામાં બંનેનું એક જ લક્ષ્ય રહેશે, અને તે છે વિશ્વકપ 2015ની ફાઇનલમાં પહોંચવું.
ઓસ્ટ્રેલિયાઇ કપ્તાનના નક્ષત્ર
26 માર્ચ 2015ના રોજ સિડનીમાં લોકલ ટાઇમ અનુસાર 2.30 વાગ્યે મેચ શરૂ થશે. તે સમયે ક્ષિતિજ પર મિથુન લગ્ન ઉદિત થશે. ઓસ્ટ્રેલિયાઇ કપ્તાન માઇકલ જોન ક્લાર્કના નામની રાશિ સિંહ લગ્ન છે. જે રમતના સમયની કુંડળીમાં ત્રીજા સ્થાન પર છે. સિંહનો સ્વામી સૂર્ય દશમ સ્થાનમાં કેતુની સાથે બેઠો છે. સૂર્યની સ્થિતિ ખૂબ જ મજબૂત દેખાઇ રહી છે.
કપ્તાન માઇકલ જ્હોન ક્લાર્કનો જન્મ 2 એપ્રિલ ઇસ 1981માં થયો હતો. જેનો મૂળાંક 2 અને ભાગ્યાંક 6 અંક છે. આ બંને અંક 26 માર્ચ આવી રહી છે પરંતુ 26ને જોડવા પર અંક 8 આવશે. જે શનિનો આંકડો છે. આપના મૂળાંક 2નો માલિક ચંદ્ર છે. આ બંને ગ્રહોમાં બનતી નથી. એટલે ગ્રહો અને અંકોની ચાલના આધાર પર કહી શકાય છે કે ઓસ્ટ્રેલિયા દમદાર પારી તો રમશે પરંતુ ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ દેખાઇ રહ્યું છે.

ભારતના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની ચંદ્ર રાશિ કન્યા છે, જે તાત્કાલિક કુંડળીમાં ચોથા સ્થાનમાં છે. કન્યાનો સ્વામી બુધ ભાગ્ય ભાવમાં બેઠો છે જેની દ્રષ્ટિ ત્રીજા ભાવ પર પડી રહી છે. ત્રીજો ભાવ પરાક્રમ અને સાહસનો હોય છે. ધોની પોતાના પરાક્રમ અને સાહસના જોરે સારુ પ્રદર્શન કરવામાં સફળ રહેશે.
26 માર્ચના રોજ 2.11 વાગ્યા સુધી ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરશે. ત્યારપછી ચંદ્ર મિથુન રાશિમાં ભ્રમણ કરવાનું શરૂ કરી દેશે. વૃષભ અને મિથુનનો ચંદ્રમા આપના નવમ અને દશમ ભાવમાં ગોચર કરશે. ચંદ્રની આ સ્થિતિ સફળતાના સંકેત આપી રહી છે. 26ને જોડતા અંક 8 આવશે. અંક 8 શનિનો નંબર છે. ધોનીની કુંડળીમાં શનિ પ્રથમ ભાવમાં બેઠો છે, જે ધોની માટે ખૂબ જ શુભ રહેશે.
ભવિષ્યવાણી
આ કડક મુકાબલામાં ધોની ટીમના અશ્વિન ધડાધડ વિકેટ લેવામાં સફળ રહેશે. મોહિત શર્મા અને શમી પણ સારુ રિઝલ્ટ આપશે. વિરાટ કોહલીનું પ્રદર્શન સારુ રહેશે. ભુવનેશ્વર કુમાર પણ કંઇ કમાલ કરી શકે છે. રોહિત શર્મા એક વાર ફરી ધમાલ મચાવી શકે છે. ધોની પણ પોતાની રણનીતિનો કમાલ કરીને કંગારુઓને માત આપવામાં સફળતા હાસલ કરી શકે છે.












Click it and Unblock the Notifications
