શિખર ધવન ફરીથી લગ્ન કરશે, ખૂબસૂરત હસીના સાથે સગાઈની જાહેરાત કરી
ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓપનર અને 'ગબ્બર' તરીકે જાણીતા શિખર ધવને સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની સત્તાવાર જાહેરાત કરીને ચાહકોને મોટી ખુશખબર આપી છે.

ધવને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે સગાઈ કરી લીધી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર અંગત પળોની તસવીરો શેર કરી પોતાના નવા જીવનસાથી વિશે દુનિયાને જણાવ્યું છે.
આયરિશ મૂળની સોફી શાઈન સાથે ધવન છેલ્લા એક વર્ષથી રિલેશનશિપમાં હતો. ગબ્બરે પોસ્ટમાં લખ્યું કે, અમે હવે હંમેશા માટે એકસાથે રહેવાનો અને સપનાઓ વહેંચવાનો નિર્ણય લીધો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ શિખર અને સોફી ફેબ્રુઆરી 2026માં લગ્ન કરી શકે છે. આ લગ્ન દિલ્હી-એનસીઆરમાં ખૂબ જ ભવ્ય રીતે યોજાય તેવી શક્યતા છે જેમાં ક્રિકેટરો હાજર રહેશે.
નોંધનીય છે કે આયશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા બાદ ધવન લાંબા સમયથી એકલો હતો. હવે સોફી સાથે તે પોતાની જિંદગીની એક નવી અને સકારાત્મક શરૂઆત કરવા જઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
