shikhar dhawan girlfriend : શિખર ધવન ફરીથી લગ્ન કરવા જઈ રહ્યા છે? જાણો કોણ છે ગર્લફ્રેન્ડ?
shikhar dhawan girlfriend : ક્રિકેટર શિખર ધવન ફરી એકવાર તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જી સાથે છૂટાછેડા થયા પછી હવે ધવનનું નામ વધુ એક હસીના સાથે જોડાઈ રહ્યું છે.
ટાઈમ્સ નાઉ સમિટ દરમિયાન આ વાતનો ખુલાસો ખુદ શિખર ધવને કર્યો છે. અહીં તેણે તેની લવ લાઈફ વિશે ઘણા ખુલાસા કર્યા.

અહીંં તેણે પૂછવામાં આવ્યું કે શું તે કોઈને પ્રેમ કરે છે ત્યારે એમણે હસતાં હસતાં જવાબ આપ્યો કે તે હંમેશા પ્રેમમાં રહ્યા છે. જો કે, એમણે તેમની ગર્લફ્રેન્ડનું નામ જાહેર કરવાનું ટાળ્યું.
ધવનને તેના ભવિષ્યના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે જવાબ આપ્યો કે તે શાંતિપૂર્વક જીવન જીવી રહ્યો છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે લગ્ન કરશે. આ નિવેદનથી ફેન્સમાં ઉત્સુકતા વધી ગઈ છે કે કદાચ નજીકના ભવિષ્યમાં તેઓ સોફી શાઈન સાથે લગ્ન કરી શકે છે.
અહેવાલો અનુસાર, શિખર ધવન હાલમાં સોફી શાઈન સાથે સંબંધમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેમને દુબઈમાં એક યુવતી સાથે જોવા મળ્યો હતો. જેને સોફી શાઈન તરીકે ઓળખવામાં આવી રહી છે. વિશેષ વાત એ છે કે શિખર અને સોફી ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે, જેના કારણે આ સંબંધની અટકળો વધુ જોર પકડ રહી છે.
વાસ્તવમાં શિખર ધવનના બીજા લગ્ન વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમના હાવભાવ અને નિવેદનો એ ઈશારો કરી રહ્યા છે કે તેમનું જીવન ફરીથી એક નવો વળાંક લેવા જઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
