Shikhar Dhawan Girlfriend : કોણ છે શિખર ધવનની નવી ગર્લફ્રેન્ડ? જાણો કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?
Shikhar Dhawan Girlfriend : ભારતીય ક્રિકેટમાં ગબ્બરના નામે ફેમસ શિખર ધવન ઘણા સમયથી તેની લવ લાઈફને લઈને વિવાદમાં છે. પહેલા પત્ની સાથે ડિવોર્સ અને હવે તેની લાઈફમાં નવી મિસ્ટ્રી ગર્લની એન્ટ્રી થઈ છે.
શિખર ધવન આયશા મુખર્જી સાથે ડિવોર્સ બાદ સિંગલ છે. જો કે છેલ્લા થોડા સમયથી ધવનનું નામ એક ખુબસૂરત હસીના સાથે જોડાયુ છે.

હાલમાં જ ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન શિખર ધવન દુબઇમાં હાજર હતા. તે આ ઇવેન્ટનો બ્રાન્ડ એમ્બેસેડર છે, જેના કારણે તેને ટ્રોફી સાથે ફોટો સેશન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન ધવનને થોડીવાર માટે કમેન્ટ્રી પેનલમાં પણ જોવામાં આવ્યા હતા. ત્યાં તે ભારતીય સાથી ખેલાડીઓ સાથે મજા અને મસ્તી કરતા જોવા મળ્યો.
આ કાર્યક્રમ દરમિયાન શિખર ધવન સાથે એક સુંદર મહિલા જોવા મળી હતી, જેમના કેટલાક વીડિયોઝ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અફવા છે કે શિખર ધવન આ મહિલા સાથે રિલેશનશિપમાં છે.
વિડિયોના આધારે જાણવા મળ્યું છે કે શિખર ધવન સાથે જોવા મળેલી આ મહિલાનું નામ સોફી શાઇન છે, જે આયરલેન્ડની રહેવાસી છે. સોફી વ્યવસાયે એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. ધવન અને સોફી વચ્ચે રિલેશનશિપ અંગે કોઈ સ્પષ્ટતા નથી.
વીડિયોમાં જોવા મળ્યુ કે શિખર ધવન અને સોફી સાથે નજરે ચડ્યા ત્યારે ધવન ઘણી વાર કેમેરાથી મોઢું છુપાવવાનો પ્રયાસ કરતો હતો. આ દ્રશ્યો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.
શિખર ધવન હજી સુધી પોતાના નવા રિલેશનશિપ વિશે જાહેરમાં કોઈ માહિતી આપી નથી. તેમ છતાં હવે તે પોતાની આ મિત્ર સાથે ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે.
આગામી દિવસોમાં આ સંબંધની સત્યતા જાણી શકાશે કે આ મહિલાઓ તેમના પ્રેમ સંબંધમાં છે કે માત્ર મિત્રતા સુધી મર્યાદિત છે.












Click it and Unblock the Notifications
