Shubman Gill Record : રોહિત-વિરાટ ન કરી શક્યા એ શુભમન ગિલે કરી બતાવ્યું, ક્રિકેટ ઇતિહાસમાં કર્યો કમાલ
Shubman Gill Record : શુભમન ગિલ ગત અમુક સમયથી શાનદાર ફોર્મમાં છે. ગિલે પોતાની શાનદારી બેટિંગથી પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું છે. શુભમન ગિલના બેટનો જલવો પૂરી દુનિયા જોઇ રહી છે. 23 વર્ષીય યુવા ખેલાડી શુભમન ગિલ વિસ્ફોટક બેટ્સમેન છે.
શુભમન ગિલે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી અને આ સાથે તેણે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો, જે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ બનાવી શક્યા નથી.

ગિલે રમી શાનદાર ઇનિંગ - શુભમન ગિલ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઇનિંગની શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો અને તેણે વિસ્ફોટક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. ગિલે આખા મેદાન પર સ્ટ્રોક માર્યા હતા.
શુભમન ગિલે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેના કારણે જ ગુજરાત ટાઇટન્સ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. તેણે 58 બોલમાં 101 રન બનાવ્યા હતા. જેમાં 13 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આઈપીએલમાં ગિલની આ પ્રથમ સદી છે.
આવું કરનારો પ્રથમ ખેલાડી બન્યો - શુબમન ગિલ એક જ વર્ષમાં ટેસ્ટ, ODI, T20 અને IPLમાં સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. શુભમન ગિલે આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે વનડે સદી, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સદી, ન્યુઝીલેન્ડ સામે ટી20 સદી ફટકારી હતી.
હવે આઈપીએલમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ, ODI, T20 અને IPLમાં એક પણ વર્ષમાં સદી ફટકારી શક્યા નથી.
શુભમન ગિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 103 રનની ઇનિંગમાં માત્ર એક સિક્સર ફટકારી હતી. તે IPLમાં ત્રીજો એવો બેટ્સમેન બની ગયો છે, જેમાં તેણે પોતાની સદીની ઇનિંગ્સમાં માત્ર એક સિક્સર ફટકારી હોય. તેની પહેલા વિરાટ કોહલી અને શિખર ધવન આ કરી ચુક્યા છે.
ગુજરાત માટે ઘણી મેચ જીતી - શુભમન ગિલ 2018થી IPLમાં રમી રહ્યો છે. IPL 2022ની મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમે તેમને 8 કરોડ રૂપિયામાં પોતાના કેમ્પમાં સામેલ કર્યા હતા. શુભમન ગિલે ગત સિઝનમાં ગુજરાતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ સિઝનમાં પણ તેણે 13 મેચમાં 576 રન બનાવ્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
