SL vs NZ, World Cup 2023: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, કર્યો પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
SL vs NZ, World Cup 2023: ICC ODI વર્લ્ડ કપની 41મી મેચમાં ન્યુઝીલેન્ડ (NZ) 9 નવેમ્બરના રોજ શ્રીલંકા (SL) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. શ્રીલંકા પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
જ્યારે ન્યૂઝીલેન્ડ માટે સેમી ફાઈનલમાં પહોંચવાની આ છેલ્લી તક હશે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીત્યો છે. આ સાથે તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા હેડ-ટુ-હેડ રેકોર્ડ - ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 101 ODI મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ન્યૂઝીલેન્ડે 51 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકાએ 44 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચેની આઠ મેચો પરિણામ વિના સમાપ્ત થઈ છે, અને એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ છે.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પિચ રિપોર્ટ - બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટિંગ માટે સ્વર્ગથી ઓછી નથી. અહીં ઘણા ચોગ્ગા અને છગ્ગા જોવા મળે છે. આ એ જ પિચ છે જ્યાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે 401 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોકે, એ અલગ વાત છે કે, આ પછી પણ તે વરસાદને કારણે મેચ હારી ગયું હતું. બોલિંગની વાત કરીએ તો પીચ પર ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે.












Click it and Unblock the Notifications
