Sourav Ganguly ને હેડ કોચ બનાવવાની જાહેરાત, ગાંગુલીને અચાનક મળી આ ટીમની જવાબદારી

Sourav Ganguly Coach: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને હેડ કોચ બનાવવાની જાહેરાત કરાઇ છે. ભારતીય ક્રિકેટનો જાણિતો ચહેરો અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. આ પહેલી વાર હશે જ્યારે તેઓ મુખ્ય કોચ તરીકે કોઈ ટીમમાં જોડાશે. તાજેતરમાં, તેમણે ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું ભારતીય ટીમનો કોચ બનવા માટે તૈયાર છું. આવી સ્થિતિમાં, તેમના નિર્ણયને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

Sourav Ganguly Coach

સૌરવ ગાંગુલી આ ટીમના હેડ કોચ બન્યા

સાઉથ આફ્રિકાની T20 લીગ SA20 ની આગામી સીઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક કરવામાં આવી છે. આ ગાંગુલીને કોઈ વ્યાવસાયિક ક્રિકેટ ટીમ સાથે ફૂલ ટાઈમ કોચિંગનો પહેલો અનુભવ હશે. પ્રિટોરિયા કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ગાંગુલીની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર 'કોલકાતાના પ્રિન્સ' માટે નવી શરૂઆત ગણાવી અને કહ્યું, 'અમે સૌરવ ગાંગુલીને અમારા નવા હેડ કોચ તરીકે જાહેર કરતા ખૂબ ખુશ છીએ.'

જોનાથન ટ્રોટનું કોચ પદ પરથી રાજીનામું

ગાંગુલીની નિમણૂક ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટર જોનાથન ટ્રોટના કોચ પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી આવી છે, જેમણે ગયા સિઝનમાં ટીમનો હવાલો સંભાળ્યો હતો. હવે સૌરવ ગાંગુલી આ જવાબદારી સંભાળતા જોવા મળશે. ક્રિકેટમાં સૌરવ ગાંગુલીના યોગદાનથી સૌ કોઈ અવગત છે. ભારતીય ક્રિકેટને મજબૂત બનાવવામાં તેમની કેપ્ટનશીપ ઐતિહાસિક ભૂમિકા રહી છે. તેમણે BCCI પ્રમુખ તરીકે પણ યોગદાન આપ્યું હતું. તાજેતરમાં, તેઓ IPL અને WPLમાં દિલ્હી કેપિટલ્સ સાથે ક્રિકેટ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા.

ટીમ ગયા સિઝનમાં ખરાબ સ્થિતિમાં હતી

SA20 ની આગામી સિઝન 26 ડિસેમ્બર 2025 થી 25 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. પ્રિટોરિયા કેપિટલ્સને ગયા સિઝનની નિરાશામાંથી બહાર લાવવાનો ગાંગુલીને લાવવાનો પડકાર હશે. ફ્રેન્ચાઇઝી પહેલી સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ 2025માં તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X