બીસીસીઆઇ અધ્યક્ષ બની શકે છે સૌરવ ગાંગુલી, રેસમાં સૌથી આગળ
સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇના અધ્યક્ષ પદની ખુરશી હવે ટીમ ઇંડિયાના પૂર્વ સ્ટાર ખેલાડી અને સફળ કેપ્ટનોમાંના એક એવા સૌરવ ગાંગુલીને મળી શકે છે...
સુપ્રિમ કોર્ટે અનુરાગ ઠાકુરને બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. ત્યારબાદ દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે હવે બીસીસીઆઇની ખુરશી પર કોણ બેસશે? મીડિયામાં ચાલી રહેલા સમાચારો મુજબ આ રેસમાં ટીમ ઇંડિયાના પૂર્વ સ્ટાર ખેલાડી અને સફળ કેપ્ટનોમાંના એક એવા સૌરવ ગાંગુલીનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે.

ગાંગુલીના પક્ષમાં સૌથી વધુ લોકો
ગાંગુલીને આ સીટ માટે પરફેક્ટ માનવામાં આવી રહ્યો છે. જો કે તે ઉપરાંત આ પદ માટે વેસ્ટ ઝોનના વાઇસ પ્રેસિડેંટ ટી.સી.મેથ્યૂ અને ગૌતમ રોયનું પણ નામ લેવામાં આવી રહ્યુ છે પરંતુ અંદરના સમાચાર રાખનારાનું કહેવુ છે કે ગાંગુલીના પક્ષમાં વધુ લોકો છે.
વર્તમાન જોઇંટ સેક્રેટરી અમિતાભ ચૌધરી
બીજા સમાચાર એ પણ છે કે ઝારખંડ ક્રિકેટ એસોસિએશનના વર્તમાન જોઇંટ સેક્રેટરી અમિતાભ ચૌધરી, અજય શિર્કેની જગ્યા લઇ શકે છે.
અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેની છુટ્ટી
ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે સોમવારે બીસીસીઆઇ અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેને તેમના પદેથી હટાવી દીધા હતા. તેમની ઉપર લોઢા સમિતિની ભલમણોને ન માનવાનો આરોપ લાગ્યો હતો. જેમાં તે બંને દોષિત સાબિત થયા હતા. હવે બીસીસીઆઇની કાર્યપ્રણાલી પ્રશાસકોની એક સમિતિ જોશે. 19 જાન્યુઆરીએ પ્રશાસકોની સમિતિમાં સામેલ થનારા નામો વિશે સુનાવણી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
