For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T 20 World Cup માં દર્શકોને મળશે એન્ટ્રી, ઓમાન પર વાવાઝોડાનો ખતરો

ઓમાન T-20 વર્લ્ડ કપમાં રમાનારી ઓપનિંગ મેચનું યજમાન બનવાનું છે, જેમાં 17 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર દરમિયાન મેચ રમાવાની છે. આ દરમિયાન 8માંથી ટોચની 4 ટીમ સુપર 12 માટે ક્વોલિફાય થશે, જેમાં તમામ મેચ UAEમાં રમાશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વિશ્વભરના ક્રિકેટ ચાહકો હાલમાં તેમના સંબંધિત કેલેન્ડરમાં 17 ઓક્ટોબરથી શરૂ થનારા ICC T-20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે. 17 ઓક્ટોબરથી ઓમાન અને UAE દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે, જેના વિશે UAE સરકા દ્વારા ચાહકોને એક સારા સમાચાર આપવામાં આવ્યા છે.

ઓમાન પર વાવાઝોડાનો ખતરો છે

UAE સરકાર દ્વારા ચાહકોને ટી 20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ માટે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે, પરંતુ ઓમાનમાં રમવામાં આવનારી મેચ અંગે હજૂ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કારણ કે, ઓમાન પર વાવાઝોડાનો ખતરો છે.

T20 World Cup

ઓમાનમાં રમાનારી મેચ માટે દર્શકોની હાજરી અંગે હજૂ નિર્ણય લેવામાં આવ્યો નથી

UAE સરકારે કોવિડ 19ના નિયમોમાં છૂટછાટ આપીને 70 ટકા દર્શકોને વર્લ્ડ કપની મેચ માટે સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપી છે. જો કે, ઓમાનમાં રમાનારી મેચ માટે દર્શકોની હાજરી અંગે હજૂ નિર્ણય લેવામાં આવ્યો નથી. કારણ કે, ત્યાં તોફાનનો ખતરો છે.

અલ અમીરાત સ્ટેડિયમમાં આશરે 3 હજાર ચાહકોને આવવાની મંજૂરી આપવામાં આવી

ICC દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી અનુસાર શાહીન નામનું ચક્રવાતી તોફાન રવિવારના રોજ ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું છે અને ધીમે ધીમે મસ્કતની રાજધાની તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રકાશન મુજબ મસ્કત સ્થિત અલ અમીરાત સ્ટેડિયમમાં આશરે 3 હજાર ચાહકોને આવવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, વાવાઝોડાના કારણે અહીંના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, જ્યારે તમામ પ્રકારની ફ્લાઈટમાં વિલંબ થઈ રહ્યો છે.

T-20 વર્લ્ડ કપ અગાઉ ભારતમાં યોજાવાનો હતો

ઉલ્લેખનીય છે કે, ઓમાન T-20 વર્લ્ડ કપમાં રમાનારી ઓપનિંગ મેચનું યજમાન બનવાનું છે, જેમાં 17 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર દરમિયાન મેચ રમાવાની છે. આ દરમિયાન 8માંથી ટોચની 4 ટીમ સુપર 12 માટે ક્વોલિફાય થશે, જેમાં તમામ મેચ UAEમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, T-20 વર્લ્ડ કપ અગાઉ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને તેને UAEમાં ખસેડવામાં આવ્યો છે.

UAEમાં શિફ્ટ થયા બાદ પણ ટુર્નામેન્ટનું હોસ્ટિંગ BCCI પાસે

UAEમાં શિફ્ટ થયા બાદ પણ ટુર્નામેન્ટનું હોસ્ટિંગ BCCI પાસે છે, જે ICC સાથે મળીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવાનો પ્રયાસ કરી રહી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Cricket fans around the world are currently looking forward to the ICC T-20 World Cup starting October 17 in their respective calendars. The tournament will be hosted by Oman and the UAE from October 17, which is good news for the UAE government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X